News of Wednesday, 18th December 2024
શાપરમાં મજૂરી કરતાં રણજીતનું આટકોટ પાસે વાહન અકસ્માતમાં મોત
મુળ ઉત્તર પ્રદેશનો યુવાન થોડા દિવસો પહેલા જ આવ્યો હતો

રાજકોટ તા. ૧૮: આટકોટ નજીક ચાર દિવસ પહેલા એક યુવાન વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે જસદણ અને ત્યાંથી રાજકોટ ખસેડાયો હતો. આ યુવાન શાપર ખાતે જયદિપ કવાર્ટર નજીક રહેતો મુળ ઉત્તર પ્રદેશનો રણજીત લાલસિંગ પાલ (ઉ.વ.૩૦) હોવાનું ખુલ્યું હતું. આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મુળ યુપીની રણજીત કેટલાક દિવસો પહેલા શાપર વેરાવળ ખાતે તેના કુટુંબી ભાઇને ત્યાં આવ્યો હતો અને કંપનીમાં નોકરીએ રહ્યો હતો. ગત ૧૪મીએ તે કામ હોવાનું કહીને નીકળ્યા બાદ આટકોટ પાસે કોઇ વાહનની ઠોકરે ચડી ગયો હતો.
અજાણ્યા તરીકે સારવાર માટે ખસેડાયા બાદ તેની ઓળખ થઇ હતી. ગઇકાલે તેણે સારવારમાં દમ તોડી દીધો હતો. તે ચાર ભાઇમાં ત્રીજો હતો અને કુંવારો હતો. તે આટકોટ શું કરવા ગયો હતો? તે અંગે કુટુંબી ભાઇ જાણતો નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
