<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

જસદણના અંબાણી પરિવારમાં લગ્ન પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાની હાજરી

એડવોકેટ મનોજભાઈ અંબાણીની સુપુત્રીના રાજકોટ ખાતે યોજાયેલા ભવ્ય લગ્નમાં ઉપસ્થિત રહીને નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા., ૧૮:  જસદણ મોઢ વણીક સમાજના અગ્રણી અને એડવોકેટ મનોજભાઈ રતિલાલ અંબાણીની સુપુત્રી ચિ. રુચિના લગ્ન રાજકોટ ખાતે ચોકીધાણી કેસરધાણીમાં ભવ્યતાથી યોજાયા હતા. આ શાહી લગ્ન સમારોહમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને એડવોકેટ મનોજભાઈ અંબાણીના ખાસ મિત્ર ડો.ભરતભાઈ બોઘરાએ વિશેષ ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પણ ઉપસ્થિત રહીને નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.

સોનલબેન તથા મનોજભાઈ રતિલાલ અંબાણીની સુપુત્રી ચિ. રુચિના લગ્ન ભાવિનીબેન તથા હેમેન્દ્રભાઈ આત્મારામભાઈ પંડ્યાના સુપુત્ર ચિ. પાર્થકુમાર સાથે યોજાયા હતા. આ પ્રસંગે એડવોકેટ મનોજભાઈ અંબાણીના વેવાઈ હેમેન્દ્રભાઈ પંડ્યા, કિશનભાઇ પંડ્યા, જલ્પાબેન પંડ્યા, એડવોકેટ મેહુલભાઈ અંબાણી અને ભાવિબેન અંબાણી, એડવોકેટ યોગેશભાઈ અંબાણી અને હર્ષિદાબેન અંબાણી, અગ્રણી બિલ્ડર કુલદીપભાઈ પટગીર, અગ્રણી રમેશભાઈ જીવાણી (આર.બી.  શાહ) જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અગ્રણી નરેશભાઈ દરેડ, મગનભાઈ હરખાણી, ચિરાગભાઈ હિરપરા, અરવિંદભાઈ રામાણી અવધગ્રુપ, ગિરધરભાઈ છાયાણી, હર્ષદભાઈ કાકડીયા, મધુભાઈ છાયાણી, જગદીશભાઈ રામાણી, હસુભાઈ હિરપરા, સંજયભાઈ ધારૈયા, મનોજભાઈ કલ્યાણી, ચંદ્રકાંતભાઈ બાબરીયા, વિઠ્ઠલભાઈ  સખીયા સહિતના વિવિધ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વકીલો,  સગા સંબંધી સ્નેહીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:03 PM IST)