News of Wednesday, 18th December 2024
કચ્છમાં હાજીપીરના બિસ્માર રોડ લઈને જનઆક્રોષ ભભુકી ઉઠ્યો :પોલીસે 25થી વધુ લોકોની અટકાયત કરી
બિસ્માર રોડ લઈને કારણે 16 કિલોમીટરનું અંતર કાપવામાં બે કલાક જેટલો સમય લાગી જાય છે. જેથી આસપાસના 16થી 17 ગામના લોકોને ભારે મુશ્કેલી

કચ્છમાં હાજીપીરના બિસ્માર રોડ લઈને લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા લોકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવાની ફરજ પડી છે. બિસ્માર રોડ લઈને કારણે 16 કિલોમીટરનું અંતર કાપવામાં બે કલાક જેટલો સમય લાગી જાય છે. જેથી આસપાસના 16થી 17 ગામના લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે
ઉપરાંત મેડીકલ ઈમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડમાં પણ અડચણ ઉભી થાય છે. આ બિસ્માર રસ્તાને કારણેમાં અનેક માતાઓને અમ્બ્યુલન્સમાં જ પ્રસ્તુતિ થઈ જતી હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવાની માગ કરાઈ રહી છે. અને જો તેમની સમસ્યાનું નિરાકરણ નહી આવેતો આવનાર સમયમાં ભારે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લોકોનો વિરોધ ઉગ્ર બને એ પહેલા પોલીસે 25થી વધુ લોકોની અટકાયત કરી. હાલ લાંબા સમયથી બિસ્માર રસ્તાનું સમારકામ ન થતાં જનઆક્રોષ ભભુકી ઉઠ્યો છે અને સત્વરે સમારકામની જનમાગ ઉઠી છે
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
