News of Wednesday, 18th December 2024
પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા ફિશીંગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન યોજાયું
૧૮ વર્ષથી નીચેના બાળકોને ફિશીંગમાં લઇ જવા નહીં: ફિશરીંગ ખાતાના ટોકન વિના માછીમારી કરવા જવું નહીં: ઇન ફિશીંગ ગેરકાયદે છેઃ હની ટ્રેપમાં ફસાવવું નહીં

(પરેશ પારીખ દ્વારા) પોરબંદર, તા. ૧૮: હાર્બર મરીન પોલીસ દ્વારા માછીમારો માટે ફિશીંગ વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ ? તે અંગે માર્ગદર્શન યોજાયું હતું.
રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા નાઓની સુચનાથી તેમજ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુ રાબા નાઓના માર્ગદર્શન હેઠળ હાલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ તેમજ હાલમાં ૨૦૨૪માં આ કાયદામાં થયેલા સુધારા બાબતે પોરબંદર જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારના ફીશરમેનોને એવરનેશ કાર્યક્રમ યોજાયો હતો.
હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સુભાષનગર ખાતે સેમીનાર યોજવામા આવેલ જેમા સ્થાનીક આગેવાનો તથા ફીશરમેન વોચગળપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો આશરે ૩૦૦ થી ૩૫૦ જેટલા તેમજ એસ.આર.ડીના સભ્યો હાજર રહેલ જેમા ફીશીંગ કરતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો જેમ કે, (૧) અઢાર વર્ષથી નાની વયના બાળકોને ફીશીંગમા લઇ ન જવા (૨) દરીયામા માશીમારી કરતી વખતે ફીશરીઝ વિભાગ દ્વારા આપવામા આવતા ટોકન લેતી વખતે ટોકનમા માછીમારો તથા ટંડેલની માહીતી સાચી અને પુરેપુરી આપવા તેમજ ટોકનની વીગતે મુજબના જ નામ વાળા માછીમારો એજ માછીમારી કરવા જે તે બોટ/પીલાણામા જવા તેમજ ટોકન તથા આધાર કાર્ડ માછીમારી દરમ્યાન સાથે રાખવા સમજ કરેલ છે. (૩) ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમાં ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા સમજ કરેલ છે અને જો કોઇ લાઇન તથા લાઇટ ફીશીંગ કરતા જણાઇ આવશે તો કાયદેશર કાર્યવાહી કરવામા આવશે. (૪) IMBL ન ઓળંગવા અને IMBL નજીક હોય ત્યારે ગળપમાં રહી માછીમારી કરવા સમજ કરેલ છે. (૫) કોઇ પણ શોસીયલ મીડીયા મારફતે કોઇ મહીલા કે કોઇ અજાણી વ્યકતીની રીક્વેસ્ટ આવે તો અને તે મહીલા દ્વારા કોઇ પણ પ્રકારની લોભ લાલચ આપી દેશની સુરક્ષાને લગતી કોઇ પણ પ્રકારની માહીતી કે ફોટો/વીડીયો માંગે તો તેવી માહિતી નહી આપવા અને આવા પ્રકારની હની ટ્રેપમા નહી ફસાવવા સમજ કરેલ છે.
દરીયાકાંઠા વિસ્તારમા કે દરીયાની અંદર કોઇ શંકાસ્પદ બોટ કે વ્યક્તી જોવામા આવે તો તરતજ નજીકના પોલીસ સ્ટેશન ખાતે તથા ઇમરજન્સી નંબર ૧૦૯૩ તથા ૧૦૦ નંબર પર જાણ કરવા સમજ કરી અવેરનેશ કાર્યક્રમ કરવામા આવેલ હતો.
ફિશરીંગ ઓવરનેશ કાર્યક્રમમાં પો.ઇન્સ શ્રી, એસ.ડી.સાળુંકે, તથા તુષાર જે. કોટીયા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નીયામક અધીકારી પોરબંદર તથા પો.સ.ઇ.શ્રી એન. કે.વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ફતેસીંગ ચૌધરી તથા એ.એસ.આઇ. ભરતકુમાર ડાયાભાઇ વાઘેલા તથા પો.હેડ કોન્સ. પળથ્વીરાજસીંહ પી સીસોદીયા તથા પો.કોન્સ નીલેષભાઇ એમ ખેર હાજર રહેલ હતા.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
