તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
જોડીયાના ભીમકટા ગામે શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિરનો ત્તૃતીય પાટોત્સવ યોજાયો
ધ્વજા રોહણ, યજ્ઞવિધિ, મહા આરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ પૂર્ણ માહોલ સાથે સંપન્ન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮ : જામનગર જિલ્લાના જોડીયા તા.ના ભીમકટા ગામે શ્રી ઉદાસીન આશ્રમ સંચાલન સમિતિના નેજા તળે શ્રી ભીમેશ્વર મહાદેવ મંદિરનો તૃતીય પાટોત્સવ ભક્તિભાવ પૂર્ણ માહોલમાં યોજાઈ ગયો. આ વિશે વધુ માહિતી આપતા મૂળ ભીમકટા ગામના અને કચ્છના મુન્દ્રાના નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, ૮૦૦ વર્ષ જૂના આ પ્રાચીન મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર ત્રણ વર્ષ પૂર્વે સંપન્ન થયો છે. ગત ૧૨ ડિસેમ્બરે આ મંદિરના ત્રીજા પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આયોજિત પૂજા હોમાદિક યજ્ઞ વિધિમાં ૭ દંપતિ જોડાયા હતા. આ પ્રસંગે ધ્વજા રોહણ સાથે મહા આરતી યોજાયા હતા. પૂજન, યજ્ઞ સહિતના ધાર્મિક વિધિ વિધાન આચાર્યશ્રી દિલીપકુમાર ભાનુશંકર પંડ્યાની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મહાપ્રસાદ માટે દાતા સ્વ. વનરાજસિંહ લાખુભા જાડેજા પરિવાર અને સ્વ. જીલુભા કલ્યાણસિંહ જાડેજા પરિવારે સહયોગ આપ્યો હતો. મંડપ ડેકોરેશન માટે રાજ મંડપ સર્વિસના સૂર્યકાંતભાઈ જામ દૂધઈવાળા સહયોગી બન્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ બળવંતસિંહ જાડેજા, ઉપસરપંચ મહેન્દ્રસિંહ જાડેજા, પૂજારી મહેન્દ્રગીરી ગોસ્વામી સહયોગી બન્યા હતા. ભોજન વ્યવસ્થા માં બચ્ચનસિંહ, હિતુભા તેમ જે કૃષ્ણપાલસિંહ ની ટીમે સરસ આયોજન કર્યું હતું. સમગ્ર વ્યવસ્થા મંદિર સમિતિના મંગળસિંહ જગતસિંહ જાડેજા, જયુભા હનુભા જાડેજા અને પ્રદીપસિંહ મહોબ્બતસિંહ જાડેજા સહિતના સૌ એ સાથે મળી સંભાળી હતી.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
