News of Thursday, 19th December 2024
મોરબીના પંચાસર રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો : ઘરના ફળિયામાં આવેલ રૂમમાં બોગસ તબીબ દવાખાનું ચલાવતો હતો
બોગસ દવાખાનામાથી એલોપથી દવાઓ, બોટલો, ઇન્જેક્શન મળી કુલ રૂપિયા 18762નો મુદ્દામાલ કબજે

મોરબીના પંચાસર રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો છે. પંચાસર રોડ પર ઘરના ફળિયામાં આવેલ રૂમમાં બોગસ તબીબ દવાખાનું ચલાવતો હતો. ઝડપાયેલા બોગસ તબીબનું નામ અશ્વિનભાઈ વેલજીભાઈ નકુમ હોવાનુ સામે આવ્યુ છે. તેના બોગસ દવાખાનામાથી એલોપથી દવાઓ, બોટલો, ઇન્જેક્શન મળી કુલ રૂપિયા 18762નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
