News of Thursday, 19th December 2024
ડાંગમાં સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા 6000ની લાંચ લેતા ઝડપાયા
15માં નાણાં પંચના કામોમાં કોન્ટ્રાકટર પાસેથી બિલ પર સહી કરવા માટે લાંચ માંગી હતી

ડાંગ જિલ્લામાં ACBએ કાર્યવાહી કરીને સુબીર તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા 6000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાએ 15માં નાણાં પંચના કામોમાં કોન્ટ્રાકટર પાસેથી બિલ પર સહી કરવા માટે લાંચ માંગી હતી
. 15માં નાણાં પંચ 2023/24 અંતર્ગત પેવર બ્લોક બેસાડવાના કામમાં બિલ ઉપર સહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા લાંચ માંગી હતી. વલસાડ એસીબીએ ગોઠવેલા છટકામાં, તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને તેમની કચેરીમાં લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
