News of Thursday, 19th December 2024
કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે ભુજ સ્વામીનારાયણ મંદિરનું યોગદાન અતુલ્ય: કેરા કુંદનપર ગામે દાનનો ધોધ વહ્યો
શાળાની સ્થાપનાના ૧૫૮ માં વર્ષની ભવ્ય ઉજવણી, ગુરુપૂજન, રાસોત્સવ સહિતના કાર્યક્રમો

ભુજ મંદિરની શિક્ષણસેવા માટે સંતોનું ઋણ સ્વીકારતા આગેવાનો સાથે મહંત સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગત , વરિષ્ઠ સંત દેવકૃષ્ણ સ્વામી , કોઠારી દેવપ્રકાશ સ્વામી , નારાયણવલ્લભ સ્વામી બીજી તસવીર ચોવીસીના સાંખ્યયોગી બહેનો ગુરુ પૂજન કરી રહ્યા છે.
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : કચ્છના ભુજ તા. ના કેરા કુંદનપર ગામે બે દિવસથી ચાલતા ૧૫૮ વર્ષ જૂની શિક્ષણ સંસ્થાના સદ્દવિદ્યા પર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને સાંખ્ય યોગી બહેનોના ઐતિહાસિક યોગદાનના ઓવારણા લેવાયા હતા. પટેલ ચોવીસીમાં શિક્ષણની સગવડોમાં સંતોની પ્રેરણાને વંદન કરાયા હતા.
ભુજ મંદિરના મહંત સ્વામિ ધર્મનંદનદાસજીસ્વામિ, ઉપમહંત ભગવદ જીવન સ્વામી , કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વડીલ સંત દેવકૃષ્ણદાસજી સ્વામિ, કોઠારી સ્વામિ શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામિ, નારણપર ગુરુકુળના નારાયણ વલ્લભ સ્વામિ, શાસ્ત્રી ઘનશ્યામ કેશવ સ્વામિ, શાસ્ત્રી શાંતિ સ્વરૂપ સ્વામિ , શાસ્ત્રી અક્ષરપુરુષ સ્વામીએ કેરા – કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજર રહી હરિભક્તોને શિક્ષણદાન માટે પ્રેરણા કરી હતી અને જ્યાં દોઢ સદીથી સરસ્વતીની સાધના થઇ રહી છે એવી સંસ્થામાં ભણતા ૧૩૪૫ ગ્રામ્ય છાત્ર – છાત્રાઓ માટે દાનનો ધોધ વછુટ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોએ કહ્યું કેકચ્છમાં શિક્ષણ ક્ષેત્રે ભુજ સ્વામિનારાયણ મંદિરનું યોગદાન અતુલ્ય રહ્યું છે. હજારો છાત્ર – છાત્રાઓ ગુરુકુળો અને કન્યાશાળાઓમાં સંસ્કારસાથેનું શિક્ષણ મેળવી રહ્યા છે. ઉત્સવના પ્રથમ દિવસે શાસ્ત્રી સ્વામિ ધર્મ જીવનદાસજી ના ગુરુમંદિર અને નૂતન ભૂમિના નામકરણ માટે મહંત સ્વામીએ પ્રેરણા કરતા મોટો આંક દાતાઓએ આપ્યો તેની નોંધ લેવાઈ હતી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષણ પ્રેરક સંત શાસ્ત્રી ધર્મનંદનદાસજી સ્વામીના ગુરુ મંદિર માટે શિક્ષણ ટ્રસ્ટને માર્ગદર્શન આપનાર લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ ટ્રસ્ટી અને કચ્છી સત્સંગી દાતા કેકે જેસાણી અને રવજીભાઈ વરસાણીને મહંત સ્વામીએ ધન્યવાદ આપ્યા હતા. ભુજ મંદિરના ઉપ કોઠારી જાદવજીભાઈ ગોરસિયા , નારાણપર મંદિરના ટ્રસ્ટી શિવજીભાઈ, બળદિયા કેરા નારાણપર કુંદનપર દહિંસરા સુરજપર મેઘપર બળદિયા સહિતના ગામોના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભુજ મંદિર સંચાલિત સ્વામિનારાયણ સંપ્રદાયની સૌપ્રથમ કન્યા વિદ્યામંદિર શાળાનું કન્યા કેળવણી માટે વિશેષ સન્માન કરાયું હતું. જેને શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ પિંડોરિયાએ સ્વીકાર્યું હતું.
પ્રથમ દિવસે દ્વિતીય સત્રમાં ચોવીસી ગામોના મહિલા મંદિરોના ઠાકોરજીની પધરામણી એક સાથે થઈ હતી. સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇએ આશીર્વાદ આપતાં કહ્યું કે માતા પિતા એ બાળકોમાટે સમય કાઢવો જરૂરી છે . સંસ્કાર સાથે શિક્ષણની હિમાયત કરી હતી. આ પ્રસંગે કેરાના ત્યાગી દેવબાઈ ફઇ, સામબાઇ ફઇ, કુન્દનપરના જશુબાઈ ફઇ સમેત વ્યવસ્થા સંભાળી હતી. ધર્મજીવન રાસોત્સવે કેરા – કુન્દનપર ગામ ગાજ્યા હતા. બાળકીઓ એ સાંકૃતિક રજુઆતો કરી હતી.
સાં. યોગી મહંત સામબાઇ ફઇ સહિતના ત્યાગી બહેનોએ પ્રેરણા કરતા કર્મયોગી બહેનોએ યોગદાન જાહેર કર્યું હતું. જેની પહેરામણી કરાઈ હતી.
સમગ્ર આયોજનમાં ભુજ મંદિરના કર્મઠ કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીએ મહંત સ્વામીની આજ્ઞાથી વિશેષ સહયોગ આપ્યો હોવાનું ટ્રસ્ટના પ્રમુખ દેવેન્દ્ર વાઘજિયાણીએ જણાવ્યું હતું.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
