News of Thursday, 19th December 2024
ખેડૂતો ભાવને લઈ અસંતુષ્ટઃ સરકાર પોષણક્ષમ ભાવ અપાવે તેવી માંગ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯ :.. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકજ દિવસ માં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.માર્કેટ યાર્ડ માં ડુંગળીનાં અંદાજે ત્રણલાખ કટ્ટાની આવક થવા પામી છે. મંગળવાર સવારથી સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાત ૯ વાગ્યા સુધીમાં અંદાજે ૨૫૦૦ થી વધુ વાહનોની ૧૦ થી ૧૨ કિલોમીટર લાંબી કતારો લાગી હતી. માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાને કારણે હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ ૪૦૦ જેટલા વાહનોની લાઈનો લાગી છે.
ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.ડુંગળીનાં ભાવ માં રૂા.૨૫૦ થી ૩૦૦ નું ગાબડુ પડતા ખેડુતોને રડવાનો સમય આવ્યોછે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સુત્રોનાં જણાવ્યાં અનુસાર માર્કેટિંગ યાર્ડમાં ડિસેમ્બર મહિનામાં માત્ર ડુંગળીના ૧૦ લાખ થી વધુ કટ્ટાની આવક થવા પામી હતી. ત્યારે ખેડુતો ને ઉંચા ભાવ મળ્યાં હતા.
દરમિયાન ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેનું એકમાત્ર કારણ સમગ્ર ભારતમાં ડુંગળીની પુષ્કળ આવકને કારણે ભાવમાં ઘટાડો થવા પામ્યો હતો. ગોંડલ યાર્ડમાં સાત દિવસ પહેલા હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂ. ૨૦૦ થી ૮૫૦ સુધી બોલાયો હતો. ત્યારે આજે યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક વચ્ચે ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. આજે ડુંગળીની હરાજીમાં ૨૦ કિલોનો ભાવ માત્ર રૂ.૧૦૦ થી રૂ. ૪૮૧ સુધીનો બોલાયો હતો. માત્ર સાત દિવસની અંદર જ હરાજીમાં ડુંગળીનો ભાવ અડધો થઈ જવા પામ્યો છે.
માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક સાથે હરાજીમાં ડુંગળીની બજાર અડધી થઈ જતા ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં સોના કરતા ઘડામણ મોંઘુ જેવો ઘાટ ઘડાયો છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
