News of Thursday, 19th December 2024
ગોંડલના બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરૂઓનો ત્રાસ
શાળા છુટવાના સમયે આવારા તત્વોના અડ્ડા

(જયસવાલ ન્યુઝ દ્વારા)ગોંડલ તા.૧૯ બસ સ્ટેશન માં છેલ્લા છેલ્લા કેટલાય સમય થી ખિસ્સાકાતરૂઓનો શ્વાસ વધી ગયો છે. ખિસ્સા કપવાના રોજ બરોજ ના બનતા હોવા હતાં કોઈ પગલા લેવાતા નથી પોલીસ પણ બસ સ્ટેશનમાં ડોકાની ન હોવાની લોકોની ફરિયાદ છે.
ગોંડલ તાલુકા ના સો જેટલા ગામોના મહત્વના મપક એવા શહેરમાં આવેલા બસ સ્ટેશનમાં કેટલાક સમય થી ખિસ્સા કાતરૂનો માસ વધી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં અહીં ખરીદી કે કળષિ જણસના વેચાણ માટે મોટી સંખ્યામાં લોકો ની અવર-જવર રહેતી હોય છે.અભ્યાસ માટે મોટી સંખ્યમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનાઓ આવે છે.
આ ઉપરાંત શહેરમાં મોટી સંખ્યામાં નોકરીયોમાં શાપર, રાજકોટ, જેતપુર, જુનાગઢ- વગેરે શહેરમાં અપડાઉન કરે છે. જેમાંના મોટા વિભાગ ના એસ.ટી બસનો ઉપયોગ કરે છે. બસ સ્ટેશનમાં દરરોજ મોટી સંખ્યમાં અવર-જવર થતી હોવા છતાં બસ સ્ટેશનમાં પોલીસની કોઈ વ્યવસ્થા ન હોવા થી ખિસ્સા કાતરૂઓને મોકળું મેદાન મળી જાય છે.
ખિસ્સા કપાતા કે ચીજવસ્તુ ગુમ થઇ જ્યાના બનાવો બનતા હોવા છત્તાં પોલીસતંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરાતી નથી પાકીટ ઉપડી જ્વા કે ખિસ્સા કપાઇ ે જવા અંગે ફરીયાદ કરવા જતા કોઈ ઉકેલ ન આવતો નથી ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકોના ખિસ્સા હળવા થઇ જતા તેઓની સ્થિતી કઠીન બની જાય છે.
એસ.ટી. બસ પ્લેટફોર્મ ઉપર મુકાવાના સમયે બસમાં ચડવા માટે ધકકામુકી થાય છે. ત્યારે જ આવા બનાવો બનતા હોવા થી પોલીસ ની પૂરતી વેવસ્થા કરવામાં આવે તો આવા બનાવો અટકે
આ ઉપરાંત બસ સ્ટેશનમાં જ શાળાઓ છુટવાનો સમયે ગ્રામ્ય વિસ્તાર માંથી આવતી વિદ્યાર્થી ઓ ની અવર-જવર સમયે બસ સ્ટેશનમાં અમુક આવ૨ા તત્વો એકઠા થતા હોય વિદ્યાર્થીનીઓની છેડતી રોકવા પણ પોલીસ તંત્રે કંઇક કરવુ જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
