<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

જૈન સમાજમાંથી ક્ષમાનો ગુણધર્મ શીખવા જેવોઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ

મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતીમાં પાલીતાણાની પવિત્ર ભુમિ ઉપર આદિવીર છ'રી પાલિત સંઘ કાર્યક્રમ- ધર્મસભા યોજાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં સિધ્‍ધાચલની પવિત્ર ભૂમિ પાલીતાણામાં આદિ વીર છ'રી પાલિત સંઘ કાર્યક્રમ- ધર્મસભા યોજાઈ હતી.

પાલીતાણાના જૈન ઉપાશ્રય નીલમવિહાર (કસ્‍તુરબાધામ)માં મુખ્‍યમંત્રી ભુપેનન્‍દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીએ આચાર્ય ભગવંતશ્રી વિજયરત્‍નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંતશ્રી ઉદયરત્‍ન સૂરીશ્વરજી મહારાજ સાહેબનું ગુરુપૂજન કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય ભગવંતશ્રી અને જૈન શ્રેષ્ઠિઓ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું બહુમાન કરીને આશીર્વચન પાઠવવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી તરીકેનું સેવા દાયિત્‍વ સાંભળ્‍યા પછી પ્રથમ વખત શેત્રુંજ્‍ય  તીર્થ ક્ષેત્રમાં આવવાનું સૌભાગ્‍ય પોતાને મળ્‍યું છે. તેમણે કહ્યું કે, જૈન ધર્મનો અર્થ એટલે વિજેતાનો માર્ગ છે, જૈન સમાજમાંથી ક્ષમાનો ગુણધર્મ શીખવા જેવો છે. તેમણે ઉમેર્યું કે, ક્ષમા માંગે તે વીર અને ક્ષમા આપે તે મહાવીર કહેવાય છે.

મુખ્‍યમંત્રીશ્રીએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે, ભગવાન મહાવીરે વર્ષો પહેલાં પર્યાવરણની જાળવણી વાત કરી હતી. તેમણે પાણીને ઘી ની જેમ વાપરવાની સલાહ આપી હતી. આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘‘કેચ ધ રેઇન'' સંકલ્‍પ આપીને વરસાદના ટીપે- ટીપા પાણીને જમીનમાં કેવી રીતે સંગ્રહ કરી શકાય તે અંગેનો ખ્‍યાલ વ્‍યક્‍ત કર્યો છે. પર્યાવરણનું ધ્‍યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્‍પમાં સહભાગી બને તેવી અભ્‍યર્થના મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે આચાર્ય ભગવંતશ્રી વિજયરત્‍નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્‍યું હતું કે, આપણું ગુજરાત સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ છે. જેથી ગુજરાતનો સાંસ્‍કળતિક વારસો ખૂબ જ સમળદ્ધ છે. આ ઉપરાંત આચાર્ય ભગવંતશ્રી ઉદયરત્‍ન સૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ પૂજ્‍ય આચાર્ય ભગવંત સાથે વિચારગોષ્ઠિ, ધર્મસભા સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા. છ'રી પાલિત સંઘ આયોજક આદિ વીર પરિવાર, વિરબાળાબેન નવીનચંદ્ર પરીખ પરિવાર, રાકેશભાઈ ધ્રુવ પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપધાન તપ આયોજક વીર સૌભાગ્‍ય પરિવાર વીરાબેન સૌભાગચંદ અંગારા પરિવાર (ધાનેરા) (હિંમતભાઈ આદી) ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્‍ય  ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્‍ટર  આર. કે. મહેતા, રેન્‍જ આઇ. જી.  ગૌતમ પરમાર, ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એમ. સોલંકી, પોલીસ અધિકારી હર્ષદ પટેલ, આગેવાન  મહેન્‍દ્રસિંહજી સરવૈયા સહિત આગેવાનો તથા જૈન અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:41 AM IST)