<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

કાલે વડાળી શ્રી વિહોત માતાજીના સ્‍થાનકે શ્રીરામ વિવાહઃ ત્રંબાથી જાજેરી જાન આવશે

બ્રહ્મલીન મહેશનાથબાપુના આર્શિવાદથી અને પૂજારી પૂ. કાંતીબાપુની આગેવાનીમાં:કથાકાર રાજકોટના શાષાી ભરતભાઇ ડી. વ્‍યાસના વ્‍યાસાસને આયોજીત શ્રીરામચરિત માનસ કથામાં કાલે શ્રીરામ-સીતા વિવાહ પ્રસંગ ભવ્‍યતાથી ઉજવાશે

વડાળીમાં શ્રી વિહોત માતાજીના સાનિધ્‍યમાં પૂજારી પૂ. કાંતીબાપુની આગેવાનીમાં કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્‍યાસના વ્‍યાસાસને આયોજીત શ્રી રામચરિત માનસ કથામાં કાલે શ્રીરામ ભગવાનનો જન્‍મોત્‍સવ ઉજવાયો હતો. જેમાં શ્રીરામ ભગવાન, દશરથજી અને કૌશલ્‍યાજીની વેશભુષા સાથે પ્રસંગ વર્ણવ્‍યો હતો અને યજમાનોએ પૂજન અર્ચન કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૯: રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ વડાળી ગામ વાયા ત્રંબા, જી. રાજકોટ ખાતે શ્રી વિહોત માતાજીના મંદિરે તા. ૧૬ ને સોમવારથી પુજારી પૂ. કાંતીબાપુના સાનિધ્‍યમાં રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્‍યાસના વ્‍યાસાસને શ્રી રામચરીત માનસ કથાનો ભવ્‍યતાથી પ્રારંભ થયો છે. જેમાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો કથા શ્રવણ તથા શ્રી વિહોત માતાજીના દર્શનનો લાભ લઇને ધન્‍યતા અનુભવે છે. ગઇકાલે શ્રી રામ કથામાં શ્રીરામ જન્‍મોત્‍સવ ભવ્‍યતાથી ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા.

શ્રી રામકથામાં આજે શ્રીરામ ભગવાનજી બાળ ચરીત્ર, વિશ્‍વામિત્રજીના કથાનું કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્‍યાસ રસપાન કરાવશે. જેમાં દરરોજ મોટી સંખ્‍યામાં ભાવિકો કથાનું રસપાન કરે છે.

શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી પૂ. કાંતીબાપુએ જણાવ્‍યું હતું કે, કાલે તા. ર૦ ને શુક્રવારે શ્રી વિહોત માતાજીના સાનિધ્‍યમાં આયોજીત શ્રીરામ ચરીત માનસ કથામાં શ્રીરામ-સીતા વિવાહનો પ્રસંગ ધામધુમથી ઉજવાશે. આ લગ્નોત્‍સવમાં ત્રંબા ગામ સમસ્‍ત શ્રી વિહોત માતાજી મંદિરે શ્રી રામ ભગવાનની જાન વાજતે ગાજતે આવશે. જેમાં ગામના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉત્‍સાહ પૂર્વક જોડાશે. અને લગ્નોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે.

કાલે તા. ર૦ ને શુક્રવારે બપોરે ર  વાગ્‍યે રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપર આવેલા ત્રંબા ગામેથી શ્રી રામ ભગવાનની જાન નીકળશે. અને વડાળી વાજતે - ગાજતે પહોંચશે. ત્‍યારબાદ કથામાં સાંજે પ વાગ્‍યે શ્રીરામ સીતા વિવાહ ભવ્‍યતાથી ઉજવાશે. જેમાં ત્રંબા અને વડાળી શ્રી વિહોત માતાજી મંદિર ખાતે ભાવિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

વધુ વિગત માટે શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી પૂ. કાંતિબાપુ (મો. ૯૯૧૩૧ ૩૧૭ર૮), ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(11:50 AM IST)