News of Thursday, 19th December 2024
જામનગર શહેરના બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું અવસાન: ઘેરો શોક
પદ્મશ્રી અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. હાસ્ય જગતમાં વસંત પરેશના નિધનથી શોક ફેલાયો

જામનગર શહેરના બંધુના નામે જાણીતા ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું અવસાન થયું છે. આ સમાચાર પદ્મશ્રી અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. હાસ્ય જગતમાં વસંત પરેશના નિધનથી શોક ફેલાયો છે. નોંધનીય છે કે, વસંત પરેશના ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં પણ બહોળો ચાહક વર્ગ હતો
જગદીશ ત્રિવેદીએ વસંત પરેશના અવસાનના સમાચાર મુક્તિ પોસ્તમાં લખ્યું હતું કે, 'હાસ્યકલાકાર વસંત પરેશ “બંધુ” હવે આપણી વચ્ચે નથી. મારા કલાગુરૂ શાહબુદીન રાઠોડ પણ મને ગુજરાતી હાસ્યરસિક શ્રોતાઓ વચ્ચે જાણીતો કરનાર વસંત પરેશ “બંધુ” હતા. 1995માં મારી જ્યારે ગુજરાતી હાસ્યક્ષેત્રમાં એન્ટ્રી થઈ ત્યારે વસંત પરેશ '“બંધુ”નો સુરજ મધ્યાહ્ને તપતો હતો. મુંબઈ દર અઠવાડિયે એમનાં કાર્યક્રમો થતાં હતા. એ વખતે એ મને એમના જુનિયર કલાકાર તરીકે સાથે લઈ જતા. એક કાર્યક્રમનાં મને 1500 રુપિયા મળતાં એ પણ એ જમાનામાં ઘણાં લાગતા હતા.'
આ ઉપરાંત વધુમાં લખ્યું હતું કે, 'વસંત પરેશની નાખણી એટલે કે કોઈપણ વાતને લડાવીને રજું કરાવાની શૈલી કોઈ નાટ્ય અભિનેતા કરતાં પણ વધું સારી હતી. શાયરી એ જાતે લખતા અને એમનાં બેઈઝવાળા અવાજથી એ રજું કરતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતાં.
મારી જીંદગીની પહેલી વિદેશયાત્રા મેં 1997માં કરી હતી. એ પણ સૌને જવાનું મન થાય એવા દેશ અમેરીકાની હતી. મને એ વિદેશયાત્રા કરાવનાર પણ વસંત પરેશ “બંધુ” હતા. વસંતભાઈ એવા ઉદારદીલ હતા કે ગમે તેટલાં કલાકારો જમવા બેઠાં હોય પણ કોઈની તાકાત નથી કે બિલ ચૂકવી શકે. બિલ હંમેશા વસંતભાઈ જ ચૂકવે - મારા જેવાં ઘણાં હાસ્યકલાકારોને વસંત પરેશ “બંધુ”એ લિફ્ટ આપી છે. ભારતની મધરાતે અને કેનેડાની બપોરે મુસાભાઈ પાઈક અને ચીકાભાઈ ખરસાણી તરફથી વસંત પરેશના અવસાનનાં દુઃખદ સમાચાર મળ્યા ત્યારે હદય એક ધબકાર ચૂકીને ઝડપથી ધકધક થવા લાગ્યું.'
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
