<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

સાયલાનાં સખપરથી ચોટીલા ઘરે આવી રહેલ મહિલા આચાર્યનું મળત્‍યુ

રોડ ઉપર અચાનક પશુ આવી ચડતા એક્‍ટિવાને અકસ્‍માત

ચોટીલા તા. ૧૯ :..  સાયલાનાં સખપર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકા રેખાબેન પંચાલ ઉ. વ. ૪૧ મંગળવારનાં સ્‍કૂલ પત્‍યા પછી તેઓના એક્‍ટિવા પર પરત ચોટીલા ઘરે આવવા નિકળેલ હતા સાંજના આશરે સવા છ સાડા છ ના અરસામાં હડાળા - ધાંધલપુર રોડ ઉપર ઢેઢુકી ગામ ની સીમ સોલાર પ્‍લાન્‍ટ પાસે પહોંચતા રોડ ઉપર એક સાઇડમાંથી અચાનક પશુ આડું ઉતરતા રોડ ઉપર પટકાઇ પડતા આસપાસનાં લોકો દોડી આવ્‍યા હતા ઇજાગ્રસ્‍ત રેખાબેનને સ્‍થાનિકો બેભાન હાલતમાં ચોટીલા રેફરલ હોસ્‍પિટલ સારવાર માટે લઇ આવતા ફરજ પરનાં ડોક્‍ટરે મળત પામેલ જાહેર કરેલ હતા.

અકસ્‍માત અંગે જાણ થતા શિક્ષક સમાજનાં લોકો હોસ્‍પિટલ ખાતે દોડી આવેલા અને શિક્ષણ વિભાગે આશાસ્‍પદ શિક્ષિકા ગુમાવ્‍યાનો શોક પ્રસરી ગયો હતો

માનવ જીવન માટે મોતનો

ખતરો બનતા રખડતા પશુઓ માટે જવાબદાર કોણ?

રાજકોટ લીમડી નેશનલ હાઇવે અને ગ્રામ્‍ય રૂટને જોડતા સ્‍ટેટ હાઇવે ઉપર રખડુ પશુઓનો અડીંગો સવાર સાંજ જોવા મળે છે. આવા પશુઓને કારણે અકસ્‍માતોની દૂર્ઘટના સર્જાય છે. અનેક માનવ જીવન અકાળે મળત્‍યું પામે છે.તેમજ મોટા વાહનની ઠોકરે અબોલ પશુઓ પણ મરણ પામતા હોય છે. ત્‍યારે આવા રખડતા પશુઓને કારણે સર્જાતી દુર્ઘટના અટકાવવાની તેમજ રોડ ઉપર પશુઓનો અડિંગો હટાવવાની અને માલિકી વગરનાં પશુઓ ડબ્‍બે પુરવાની જવાબદારી કોની?

ખરેખર આવા પશુઓ માટે સરકાર દ્વારા નક્કર આયોજન હાથ ધરી માનવ જીવન અને અબોલ પશુઓનાં જીવનને ઉગારવા પ્રયાસ હાથ ધરવો જોઈએ.

(2:00 PM IST)