News of Thursday, 19th December 2024
ઠારમાં ઠુંઠવાતા લોકોઃ જનજીવન ઉપર છવાતી ઠંડીઃ ગિરનાર ૬ ડીગ્રી
કચ્છના નલીયામાં પારો ગગડયોઃ પ.૭ ડીગ્રી ઠંડી : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ રાજકોટ ૧૦.૮, પોરબંદર ૧૦.૯, ભુજ ૧૧.ર, અમરેલીમાં ૧૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠાર અને ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. આજે કચ્છના નલીયામાં સૌથી વધુ ઠંડી પ.૭ ડીગ્રી નોંધાઇ છે. જયારે ગિરનાર પર્વત ઉપર ૬ ડીગ્રી ઠંડી પડી છે.
આ ઉપરાંત રાજકોટમાં ૧૦.૮, પોરબંદર ૧૦.૯, ભુજ ૧૧.ર, અમરેલીમાં ૧૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯ : જુનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં આજે પણ કાતિલ ઠંડી યથાવત રહી હતી ગિરનાર પર્વત પર સવારે ૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સમગ્ર પર્વતીય અને જંગલ વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
બુધવારે જુનાગઢનો લઘુતમ તાપમાન ૯.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ૧.૧ ડિગ્રી ઉપર ચડીને ૧૧ ડિગ્રીએ સ્થિર થયો હતો. જ્યારે ગિરનાર પર્વત ખાતે લઘુતમ તાપમાન ૬ ડિગ્રી રહ્યું હતું. સવારે તાપમાનમાં વધારો થવા છતાં પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકાએ પહોંચી જતા ઠંડીથી લોકોને રાહત મળી ન હતી.
ઠંડીની સાથે સવારથી ૪.૩ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફુંકાતા વાતાવરણ બરફીલું રહ્યું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૧, મહત્તમ તાપમાન ર૬, ભેજનું પ્રમાણ ૬ર ટકા, પવનની ગતિ ૩.પ કિ. મી. રહી હતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
