News of Thursday, 19th December 2024
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં બનાવટી ડોકયુમેન્ટથી નોકરી મેળવનાર સામે ગુન્હો
રાજસ્થાન ઉદયપુરની લોયરા દર્શન ડેન્ટલ કોલેજના પ્રિન્સીપાલની સહી અને સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનીશીયન કોર્સનું બોગસ સર્ટીફીકસ રજૂ કરીને કરાર આધારિત નોકરી મેળવી લીધાનું ખુલ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં રાજસ્થાનની દર્શન ડેન્ટલ કોલેજના ડેન્ટલ ટેકનીશીયન કોર્સનું બનાવટી સર્ટીફીકેટ રજૂ કરીને ડેન્ટલ ટેકનીશીયન તરીકે કરાર આધારિત નોકરી કરતા દેવ કંદર્પભાઇ વેદય રે. પોરબંદરવાળા સામે સરકાર સાથે છેતરપીંડી કર્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
રાજસ્થાન ઉદયપુરની લોયરા દર્શન ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સીપાલની સહી અને સિકકા સાથેનું ડેન્ટલ ટેકનીશીયલ કોર્સનું બનાવટી સર્ટીફીકેટસ સાથે ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ‘આરોગ્ય સાથી - પોર્ટલ' ઉપર ૧૧ માસ કરાર આધારિત નોકરીની અરજી દેવ કંદર્પભાઇ વેદયએ કરી હતી અને ઇન્ટરવ્યુમાં ડેન્ટલ સર્ટીફીકેટ રજૂ કરીને ડેન્ટલ ટેકનીશીયન તરીકે નોકરી મેળવી લીધી હતી.
દરમિયાન નોકરી માટે દેવ કંદર્પભાઇએ આપેલા ડોકયુમેન્ટ બોગસ હોવાનું ખૂલતા દેવ સામે સરકાર સાથે છેતરપીંડીની પોલીસ ફરિયાદ વિપુલભાઇ નાનાલાલ મોઢાએ નોંધાવી હતી. બોગસ ડોકયુમેન્ટથી સરકારી હોસ્પિટલમાં નોકરી મેળવ્યાનું તપાસમાં ખુલતા દેવ સામે સરકાર સાથે છેતરપીંડી કર્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એસ.આર. ચૌધરી ચલાવી રહયા છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
