<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

જેતપુરમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન ૯ લોકો સામે ફરિયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૯: શહેરમાં છેલ્લા ઘણા દિવસે પાલિકા તંત્ર દ્વારા માથાના દુખાવા સમાન દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી શરૂ કરાતા અમરનગર રોડ પર આવેલ ફૂટપાથ કે જે કરોડોના ખર્ચે લોકોને ચાલવા માટે બનાવેલ તેની ઉપર દુકાનદારોએ પોતાનો કબજો જમાવી પ્રેસ કદની કરી હતી તે હટાવતા રોડ એકદમ પહોળો દેખાવા લાગ્‍યો છે આ કામગીરી યથાવત ચાલુ રાખતા ગજરો જ શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં સીટીપીઆઈ એ ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ દબાણ કરતા શખ્‍સો વિરુદ્ધ કાર્યવાહી કરેલ જેમાં એમ જી રોડ ખોડીયાર કોમ્‍પલેક્ષ સામે પ્‍લાસ્‍ટિક વેરની રેકડી રાખેલ અફઝલ ગફારભાઈ ઘીવાલા (મધવા શેરી), ફ્રુટની લારી રાખેલ અઝીમ હસનભાઈ દલ (ખોડીયાર કોમ્‍પલેક્ષ), હોઝીયરી કપડા ની લારીઓ રાખેલ  રફીક યુનુસભાઇ આરબી તથા સફીક રફિકભાઈ બુંબીયા રહે બંને લાદી રોડ, એમ જી રોડ બગીચાના ખૂણા પાસે શાકની રેકડી રાખેલ વિનુ કાનાભાઈ સોલંકી (સામા કાંઠા) જીંજરા તેમજ મકાઈ ની લારી રાખેલ અશ્વિન રઘુભાઈ ડાભી (જીમખાના ગ્રાઉન્‍ડ) શાકભાજીની લારી રાખેલ ચંદુ વલ્લભભાઈ સોલંકી (ગુજરાતીની વાડી) ઈડલી ની રેગડી રાખેલ આસિફ ગફારભાઈ કુરેશી (ખોડપરા), તેમજ બસ સ્‍ટેન્‍ડ પાછળ ઘૂઘરાની લારી રાખી ઉભેલ ભરત શાંતિભાઈ ઝઘડ (સુરજ વાડી પાસે) તમામ શખ્‍સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ.

 અત્રે ઉલ્લેખની છે કે તંત્ર દ્વારા દબાણ હટાવ ની કડક કામગીરી કરવામાં આવી રહી છે છતાં સ્‍ટેન્‍ડ ચોક વિસ્‍તારમાં અમુક દુકાનદારો પોતાની માલિકીની દુકાન હોવા છતાં રેગડી બહાર રાખે દબાણ કરી રહ્યા છે આ ઉપરાંત રેણાક વિસ્‍તારોમાં પણ મોટા પાયે પ્રેસ કદમી હોય ત્‍યાં પણ દબાણ હટાવો કામગીરી કરવામાં આવે તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે.

(1:35 PM IST)