હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગેરકાયદેસર માછીમારી કરતા બોટ માલીકો/સંચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા મરીન પોલીસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: પોલીસ મહાનિરીક્ષકશ્રી, દરીયાઇ સુરક્ષાની કચેરી, ગીરસોમનાથનાઓ દ્વારા તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી દરીયાકાંઠા વિસ્તારમાં ફીશરીઝ એકટ હેઠળ ગુના નોંધવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ, જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ તરફથી અનઅધિકળત રીતે દરીયામાં માછીમારી કરતા બોટ માલીકો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ
ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઇ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.૧૨/૧૨/૨૪ થી તા.૧૭/૧૨/૨૪ દરમ્યાન સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ નિયમો(સુધારા) ૨૦૨૦ મુજબ કાયદેસર કાર્યવાહી કરી બોટ માલીકો/સંચાલકો વિરૂધ્ધ નીચે વિગતે અલગ અલગ કુલ-૧૫ ગુન્હાઓ રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
બોટ માલીકો/સંચાલકોના નામઃ (૧) આદમભાઇ ઇસાભાઇ મોવાણા-મચ્છીયાર ઉવ-૩૬ રહે-હીરાકોટ બંદર તા-સુત્રાપાડા (૨) મહેશભાઇ પ્રેમજીભાઈ વધાવી ખારવા ઉ.વ.૪૬ રહે.વેરાવળ ગંગા નગર તા. વેરાવળ (૩) જીતુભાઇ જાદવભાઈ સુયાણી ખારવા ઉ.વ.૪૭ રહે.વેરાવળ ખારવાવાડ ગાંધી ચોક તા.વેરાવળ (૪) યોગેશભાઈ દેવજીભાઈ ગોહેલ ખારવા ઉ.વ.૨૮ રહે.વેરાવળ ખારવા વંડી ખારવાવાડ (૫) અરવીંદભાઇ પ્રેમજીભાઈ ડાલકી ખારવા ઉ.વ.૪૮ ધંધો મચ્છીમારી રહે વેરાવળ ખડખડ કળષ્ણ નગર (૬) અકરમ લાખાભાઇ રાડીયા, મચ્છીયારા, ઉવ.૨૮ ધંધો મછીમારી, રહે.વેરાવળ જાલેશ્વર હુસૈની ચોક (૭) જીતેન્દ્ર ખીમજીભાઇ ફુલબારીયા, ખારવા, ઉવ.૪૨ ધંધો મછીમારી, રહે સુત્રાપાડા બંદર (૮) ભાયદાસ જાદવભાઇ ફુલબારીયા, ખારવા, ઉવ.૫૯ ધંધો મછીમારી, રહે. સુત્રાપાડા બંદર (૯) કાસમભાઇ આરબભાઇ ઢોકી, મછીયારા, ઉવ.૪૫ ધંધો મચ્છીમારી, રહે મુળદ્રારકા તા.કોડીનાર (૧૦) વિનોદભાઇ નથુભાઇ ગાવડીયા. કોળી, ઉવ.૪૦ ધંધો મછીમારી, રહે. મુળદ્રારકા તા.કોડીનાર (૧૧) નવાઝ રફીકભાઇ મન્સુરી જાતે મુસ્લીમ ઉવ.૩૦ ધંધો-માચ્છીમારી રહે.નવાબંદર ગામ તા-ઉના (૧૨) નજીમ રફીકભાઇ મન્સુરી જાતે-મુસ્લીમ ઉ.વ.૩૩ ધંધો-માચ્છીમારી રહે.નવાબંદર ગામ તા-ઉના (૧૩) વસીમ અબ્બાસભાઈ મન્સુરી જાતે-મુસ્લીમ ઉ.વ.૨૦ ધંધો-મચ્છીમારી રહે.નવાબંદર ગામ તા-ઉના (૧૪) મુસ્તાક અબ્દુલા ઢોકી, મછીયારા, ઉવ.૩૫, ધંધો. મછીમારી, રહે.વેરાવળ જાલેશ્વર (૧૫) ભાવેશભાઇ ભીમાભાઇ ચૌહાણ જાતે કોળી ઉવ.૪૫ ધંધો-માચ્છીમારી રહે. સીમર ગામ તા-ઉના (૧૬) કાનાભાઇ ભીમાભાઇ ચૌહાણ જાતે કોળી ઉવ.૫૦ ધંધો-માચ્છીમારી રહે. સીમર ગામ તા-ઉના (૧૭) દિવ્યેશભાઇ પરેશભાઈ કોટીયા ખારવા ઉ.વ.૨૫ ધંધો મચ્છીમારી રહે.વેરાવળ પ્રકાશ કોમ્પલેક્ષ (૧૮) ઇશ્વરભાઇ બાબુભાઇ પીઠડીયા ખારવા ઉ.વ.૪૦ ધંધો મચ્છીમારી રહે.વેરાવળ નવી હવેલી.
આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ સા. તથા તથા નવાબંદર મરીન ઇ.પો.ઇન્સ. વી.કે.ઝાલા તથા સોમનાથ મરીન ઇ.પોલીસ ઇન્સ.શ્રી આર.એચ.લોહ સા. તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા ઇબ્રાહીમશા બાનવા તથા મેરામણભાઇ શામળા તથા પ્રતાપસિંહ ગોહીલ તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા ગોપાલસિંહ મોરી તથા કૈલાશસિંહ બારડ તથા રણજીતસિંહ ચાવડા તથા મેહુલસિહ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહાવિરસિંહ જાડેજા તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ સ્ટાફે કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
