તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 19th December 2024
હાલારમાં અગાઉ ૧૮૪ ટ્રેકટર-ટ્રોલી ચોરીકરનાર બે શખ્સો સામે ‘ગેંગકેસ'ની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯: અગાઉ જામનગર જીલ્લામાં વાહન ચોરી, ટ્રેકટર તથા ટ્રેકટર ટ્રોલી ચોરીઓના ગુનાઓને અંજામ આપનાર ઇસમોઃ-(૧)અરશીભાઈ પુંજાભાઈ કંડોરીયા રહે.યાદવનગર જામનગર (૨) ઘેલુભા નારૂભા જેઠવા રહે.મયુરનગર જામનગરનાઓ ગુનાહિત કળત્ય રચી,ગેંગ બનાવી, ચોરીઓને અંજામ આપવાના ઇરાદે,ચેલા ગામના પાટીયા પાસે ચોરી કરવાની પેરવી કરી રહેલ છે.તેવી બાતમી આધારે બન્ને ઇસમોને પકડી લઇ મજકુર ઇસમોની ગુન્હાહિત પ્રવળતિ ઉપર નિયંત્રણમા લાવવા માટે બન્ને વિરૂધ્ધ ‘‘ગેંગકેસ'' હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મુદામાલમાં (૧) છરી-૦૨ કિ.રૂ ૧૦૦ (૨) અલગ વાહનની ચાવીઓ-૦૯ કબ્જે કરેલ.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. એ.કે.પટેલ તથા એલ.સી.બી.ના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ,હિરેનભાઇ વરણવા,અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ સી જાડેજા,,ધમેન્દ્રસિંહ એન જાડેજા,દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, કાસમભાઇ બ્લોચ, હરદીપભાઇ બારડ, નારણભાઇ વસરા,,કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, બીજલભાઇ બાલાસરા વિગેરે દ્રારા કરવામા આવેલ છે
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
