<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

વધુ એક નકલી કૌભાંડ: કચ્છમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

નકલીમાં વિકાસ મોડેલ ? સરકારે કડક હાથે કામ લઈ આવ તત્વોને કાયદાનો ડર બતાવવો પડશે.

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ :  કચ્છના નખત્રાણાના કોટડા જડોદર ગામેથી પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે ૨૨ વર્ષીય આરોપી ભરત ખેતાલાલ મેરીયાની ધરપકડ કરી છે. કલર ઝેરોક્સ ની દુકાન ચલાવતા આરોપી પાસેથી પોલીસે ૧૦ નકલી ડ્રાઇવિંગ લાયસન્સો ઝડપ્યા છે. રૂ. ૧ હજાર લઈને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર આરોપી પાસેથી ઝડપાયેલા લેપટોપમાંથી ડ્રાઇવિંગ લાયસન્સની પીડીએફ ફાઇલો. લેમિનેશન કવર, કોરા કાર્ડ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધી ૩૦ નકલી લાયસન્સો બનાવ્યા હોવાનું આરોપીએ કબૂલ્યું છે. નકલી કોર્ટ, નકલી જજ, નકલી ઉચ્ચ સરકારી અધિકારીઓ, નકલી પોલીસ અધિકારીઓ, જમીનના નકલી એનએ ઓર્ડરો, નકલી દસ્તાવેજો સાથે જમીન વેચાણનું રજીસ્ટ્રેશન, આખા રાજ્યમાં ફેલાયેલા નકલી ડિગ્રીધારી ડોક્ટરો, નકલી રોયલ્ટી પાસ, નકલી પેઢીઓ દ્વારા જીએસટી કૌભાંડ, સરકારી પગાર લઈ વિદેશમાં સ્થાયી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓ, કોર્ટના ઓર્ડરોનું ઉલ્લંઘન કરતા અધિકારીઓ અને હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ !! શું આ નકલીનું વિકાસ મોડેલ બનવા તરફની અગ્રેસરતા છે કે પછી સરકારી કાર્યવાહી અને કડક સજાનો અભાવ? સરકારે કડક હાથે કામ લઈ આવ તત્વોને કાયદાનો ડર બતાવવો પડશે.

(10:17 AM IST)