News of Saturday, 21st December 2024
વડાળી શ્રી વિહોત માતાજી મંદિરે શ્રી રામ-સીતા વિવાહ ધામધુમથી ઉજવાયા
બ્રહ્મલીન મહેશનાથ બાપુના આશીર્વાદથી પુજારી પૂ.કાંતીબાપુની આગેવાનીમાં આયોજીત રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી.વ્યાસના વ્યાસાસને આયોજીત કથામાં આજે કેવટ પ્રસંગ ભરત મિલાપ

વડાળી શ્રી વિહોત માતાજીના મંદિરે આયોજીત શ્રી રામચરિત માનસ કથાનું રસપાન કરવા માટે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રીમતી ધારાબેન દિપકકુમાર નાગ્રેચા, કિરણબેન નિમિષભાઇ ગણાત્રા સહિતના ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
શ્રી વિહોત માતાજીના સાનિધ્યમાં પુજારી પૂ. કાંતીબાપુની આગેવાનીમાં રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી.વ્યાસના વ્યાસાસને આયોજીત શ્રી રામચરીત માનસ કથા શ્રવણ તથા શ્રી વિહોત માતાજીના દર્શને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અને‘અકિલા' ના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા પધાર્યા હતા અને પુજારી પૂ. કાંતીબાપુ તથા કથાકાર શાષાી ભરતભાઇ ડી.વ્યાસનું સન્માન કર્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા.,૨૧: રાજકોટ- ભાવનગર હાઇ-વે ઉપર આવેલ વડાળીના શ્રી વિહોત માતાજીના મંદિરે બ્રહ્મલીન પુ.મહેશનાથ બાપુના આર્શિવાદથી અને પુજારી પુ.કાંતીબાપુની આગેવાનીમાં રાજકોટના કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્યાસના વ્યાસાસને આયોજીત શ્રી રામચરીત માનસકથામાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહયા છે. અને શ્રી વિહોત માતાજીના દર્શન તથા કથાશ્રવણનો લાભ લઇ રહયા છે.
ગઇકાલે શ્રીરામચરિત માનસ કથામાં શ્રીરામ- સીતાજીના શુભવિવાહનો પ્રસંગ પુ. કાંતીબાપુની આગેવાનીમાં ઉજવાયો હતો. જેમાં ત્રંબા ગામેથી શ્રીરામ ભગવાનની જાન આવી હતી અને શ્રી વિહોત માતાજી મંદિરે શાષાોકત વિધીથી શુભવિવાહ પ્રસંગ ઉજવાયો હતો.
ગઇકાલે વડાળી શ્રી વિહોત માતાજીના દર્શને તથા શ્રીરામકથા શ્રવણનો લાભ ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ‘‘અકિલા''ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ધારાબેન દિપકકુમાર નાગ્રેચા, કિરણબેન નિમિષભાઇ ગણાત્રાએ લીધો હતો.
આ તકે શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રાએ વ્યાસપીઠ ઉપર કથાકાર શાષાી ભરતભાઇ ડી. વ્યાસ અને પુજારી પુ.કાંતીબાપુનું સન્માન કર્યું હતું. શ્રીરામ ચરીત માનસ કથામાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહયા છે અને કથા શ્રવણ તથા શ્રી વિહોત માતાજીના દર્શન અને પુજારી પુ.કાંતીબાપુના આર્શિવાદ લઇને ધન્યતા અનુભવી રહયા છે.
આજે શ્રીરામચરીત માનસ કથામાં કેવટ પ્રસંગ, ભરત મિલાપ સહિતના પ્રસંગો ઉજવાશે.
વધુ વિગત માટે શ્રી વિહોત માતાજી મંદિરના પુજારી પુ.કાંતીબાપુના (મો.૯૯૧૩૧ ૩૧૭૨૮) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
