News of Saturday, 21st December 2024
માનવશરીર માટે હાનિકારક એવો તાડી બનાવવા માટેનો દાણાદાર કેમીકલ પદાર્થ (કલોરલ હાઇડ્રેટ પાવડર) એસ.ટી. બસ પાર્સલ મારફતે મોકલનાર રાજયવ્યાપી ગેંગનો પર્દાફાશ
પરપ્રાંતીય ત્રણ આરોપીઓને મુંબઇ ખાતેથી પકડી પાડતી એલ.સી.બી. ગીર સોમનાથ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ર૧: ગત તા.૦૮/૧૧/૨૦૨૪ ના રોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ગુનાના કામે અટક કરેલ આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ જાતે તેલુગુ ઉ.વ.૪૧ ધંધો-મજુરી રહે.મુળ ગામ દુગનવેલી, તા.કંટગુર જી.નાલાગોંડા, રાજ્ય તેલંગણા હાલ રહે ઘંટીયા, આલીદ્રા રોડ, ઝુંપડામા તા. સુત્રાપાડા પોતાના રહેણાંક ઝુપડામા એક પ્લા.ની થેલીમા પીવાની તાડી ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૦૮ જેમાં આશરે તાડી લીટર.૦૪ જેની કી.રૂ. ૮૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ તેમજ તેને તાડી કયાંથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા તેઓ તાડી જે પોતાના આર્થીક ફાયદા સારૂ કુદરતી ઝાડ પરથી મળી ન આવતા સહ આરોપી ચીનું રહે. સંતરામપુર વાળાસાથે સંપર્ક કરી તાડી બનાવવાનો કેમીકલ યુક્ત કલોરલ હાઇડ્રેટ પાવડર મંગાવેલ સહ આરોપી ચીનુએ એસ.ટી. બસ મારફતે સંતરામ પુરથી કોડીનાર સુધી એસ.ટી.બસમાં પાર્સલ થી તાડી બનાવવાના પાવડરના ડબ્બા મંગાવેલ અને નાણા ઓનલાઇન ટ્રાન્સફર કરી આપેલ જેથી તપાસ દરમ્યાન આરોપીને તાડી બનાવવા માટે કેમીકલ યુક્ત કલોરલ હાઇડ્રેટ પાવડર પુરો પાડનાર સહ આરોપી શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહમા દેંકલા ઉ.વ.૪૪ ધંધો મજુરી કામ મુળરહે.૬/૩૦ રામનગર કોલોની પોચામપલી જીલ્લો નાલગર્ગોન્ડા આન્ધ્રપ્રદેશ (હાલ તેલંગણા રાજ્ય) હાલ રહે લોટાવાળા ગામ તા.સંતરામપુર જી.મહીસાગર વાળાને એલ.સી.બી. દ્વારા સંતરામપુરથી અટક કરવામાં આવેલ,
ગુનાના મુળ સુધી પહોચવા એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ તપાસ હાથ ધરતા માહીતી મળેલ કે આરોપી શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહમા દેંકલા નાઓને આ પાવડર મોકલનાર મહેશ પોનચેટ્ટી હાલ મુંબઇ હોય જેને મુંબઇ ખાતેથી પકડી પાડી તેઓની પુછપરછ કરતા તેઓને આ પાવડર પ્રકાશ ઉર્ફે પપ્પુ પાસેથી આ કલોરલ હાઇડ્રેટ પાવડર પાવડર મંગાવતો હોવાનું અને આ પ્રકાશ પોતાનાં પાર્ટનર તિરૂપતી બન્ને એ મહારાષ્ટ્ર રાજ્યનાં પાલઘર જીલ્લાના વાડા તાલુકાનાં અમરાપુર ગામમાં રાજહંસ કેમિકલ્સ નામની કંપની (ફેકટરી) ચલાવતાં હોવાનું જાણવા મળેલ હોય જેને આ પાવડર મોકલ્યાની વિગત મળતા આ ત્રણેય આરોપીઓને મુંબઇ ખાતેથી લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
