News of Saturday, 21st December 2024
બેડીની બોટમાં વધુ ક્રુ મેમ્બર રાખતા ગુન્હો

જામનગર તા.૨૧ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ બેડી મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ વિ.એસ.પોપટ સ્ટાફના માણસો દરીયામા ફીશીંગ કરી પરત આવતી બોટોનું જુના બંદર જેટી પર ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન દરીયામાંથી ફીશીંગ કરી ‘‘કરમ મેહબુબશા'' રજી.નં.IND-GJ-10-MM-465 વાળી બોટ જેટી પર આવતા ચેકીંગ કરતા બોટના રજીસ્ટ્રેશન કોલમમાં દર્શાવેલ સંખ્યાથી વધારે બે ક્રુ મેમ્બર રાખી પરમીટનો ભંગ કરતા બોટના ટંડેલ આમીન અસગરભાઈ કેર રહે.બેડી ગઢવાળી નિશાળ પાસે નિશારે મદીના ચોક જામનગરવાળા વિરુધ્ધ બેડી મરીન પો.સ્ટે.માં પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૬૨૪૦૪૨૨/૨૪ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ ૨૧(૧)(ચ) મુજબના ગુન્હો દાખલ આ કામગીરી એ.એસ.આઇ એચ.કે.ચાવડા તથા પો.હેડ કોન્સ. વિપુલભાઈ કે. વરૂ તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ બી. જાડેજા તથા વળ.પો.કોન્સ. રૂપલબેન એન. માણેક દ્રારા કરવામાં આવેલ છે
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
