<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

જામનગરમાં ચોરી કરનાર ર ઝડપાયા

 જામનગર તા.૨૧ જામનગર સીટી સી ડીવીઝન પો.સ્‍ટે ના ગુના માં ચોરી માં ગયેલ મુદામાલ સાથે આરોપીઓ ખૂલ્લી ફાટક થી આગળ વામ્‍બે આવાસ પાછળ આવેલ બાવળની જાળી માં ચોરીનો મુદામાલ સગેવગે કરવાની ફીરાકમાં હોય જે હકીકત ના આધારે હકીકત વાળી જગ્‍યાએ જઈ ખરાઈ કરતા ચોરી કરનાર બે આરોપીઓને તથા બે કાયદાથી સંદઘર્ષીત કીશોરોને ચોરીમાં ગયેલ રોકડ રકમ તથા લેપટોપ તથા સોના ચાંદીના દાગીના ના મુદામાલ સાથે  પકડાયેલ આરોપી- (૧) અર્જુન વીજય કોળી બાવરી ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. ખૂલ્લી ફાટક પાસે બાવરીવાસ (૨) રોહીત જીવણભાઈ ડાભી બાવરી ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. હનુમાન ટેકરી પાટા ની બાજૂમાં ને પકડી લિધા હતા. આ કામગીરી પોલીસ ઇન્‍સપેકટર આઇ.એ.ઘાસુરા, પો.સબ.ઇન્‍સ, ફેઝલભાઇ મામદભાઇ ચાવડા, યશપાલસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા, પ્રદિપસિંહ ફતેહસિંહ જાડેજા, PC ખોમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર , હર્ષદભાઇ દલપતભાઇ પરમાર, શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા, વનરાજભાઇ ભગુભાઇ ખવડ, હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા, મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, PC  મયુરસિંહ જગદીશસિંહ જાડેજા એ કરી હતી.

(1:50 PM IST)