News of Saturday, 21st December 2024
ખંભાળીયાના સફાઇ કામદારોને હડતાળ પછી સમાધાન મુજબ કાર્યો ના થતાં કાનૂની રાહે જવા તજવીજ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ :.. પાલિકાના સફાઇ કામદારો દ્વારા દિવાળીના તહેવારો પહેલા પાલિકા દ્વારા તેમના જી. પી. એફ. તથા સી. પી. એફ. ના પૈસા જમાના કરાયા હોય તથા વિવિધ મુદ્્ાઓ અંગે ઉપવાસ આંદોલન કર્યુ હતું. જે પછી સમાધાન થતાં પારણા થયા હતા. તથા સમાધાનની ફોર્મ્યુલા મુજબ ૩૦-૧૧-ર૪ સુધીમાં સફાઇ કામદારોની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લેખીત ખાતરી સમાધાનના નિયત પરફોર્લામાં આપવામાં આવી હતી.
૩૦-૧૧-ર૪ સુધીમાં ખાતરીનો અમલ થવાનો હતો. પણ ર૧-૧ર-ર૪ થવા છતાં અમલ ના થતાં સફાઇ કામદારોમાં રોષની લાગણી ફેલાઇ છે. તથા સમાધાનમાં મધ્યસ્થી બનેલા નેતાઓને રજૂઆતો કરવાનો દોર શરૂ થયો છે તો સખી મંડળો તથા ડોર ટુ ડોર ની કચરા કલેકશનમાં સફાઇ કામદારોની નિયુકિતનો પ્રશ્ન પણ ઉકેલાયો નથી.
ખંભાળીયાના સફાઇ કામદાર મંડળના અગ્રણી તથા રાજયના મહામંત્રી રમેશભાઇ વાઘેલા દ્વારા નીયત પીરફોર્લમાં સમાધાન થયું હોય કાનૂની રીતે પાલિકાએ સમાધાનનું પાલન કરવું ફરજીયાત હોય કાનૂની તથા ફોજદારી રીતે લડતની તૈયારીઓ શરૂ કર્યાનું કહેવાય છે જયારે લોકોમાં ભય છે કે ફરી હડતાલ શરૂ થશે કે શું ? ફરી ખંભાળીયા ગંદા - ગંધાતા ગામમાં ફેરવાઇ જશે કે શું ?...
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
