News of Saturday, 21st December 2024
ગૃહમંત્રીના નિવેદન સામે અમરેલીમાં કોંગ્રેસ દ્વારા આવેદન
વિરજીભાઇ ઠુંમરની આગેવાનીમાં કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને રજૂઆત

(અરવિંદ નિર્મળ-ઇકબાલ ગોરી દ્વારા) અમરેલી-સાવરકુંડલા, તા. ર૧: ગૃહમંત્રી અમિતભાઇ શાહે સંસદમાં કરેલા ડો. બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદનના વિરોધમાં ગઇકાલે અમરેલી જીલ્લા કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે, દેશના બંધારણીય વડા હોવાને નાતે દેશના ગૃહ મંત્રી અમિત શાહને તત્કાલ અસરથી પદ પરથી બરખાસ્ત કરી દેશના બંધારણનું રક્ષણ કરશો તેવી અમારી લાગણી છે. છેલ્લા કેટલાક સમયથી દેશની લોકસભા અને રાજસભામાં તથા જાહેર સમારોહમાં આ દેશની આઝાદી માટે મરીમીટનારા શહીદો અને મહાનુભાવોનું છાશવારે ઘોર અપમાન કરી ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકો, શાસકો આ દેશનું ઇતિહાસિક મહત્વ ભુસવાનું હિન્ન પ્રયાસ કરી રહયા છે. આ દેશની અસ્મિતા અને અખંડ અને સામાજીક સમરતાનું જતન કરવાની ફરજના ભાગરૂપે આવા દેશને વિભાજીત કરનારા શાસકો પ્રત્યે તત્કાલ અરસથી બરખાસ્ત કરવાનું સ્તુત્ય કાર્ય કરશો તેવી અમારી લાગણી છે. ડો. બાબા સાહેબે આ દેશને સામાજીક મુલ્યો સમરષતા, સંસ્કારીતા અને જીવન જીવવાની અમુલ્ય શીખ આપી અને બંધારણીય હકકો આપી લોકશાહીને આજદિન સુધી આ બંધારણે જીવીત રાખ્યુ છે ત્યારે યોગ્ય કરવા માંગ થઇ છે
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
