News of Saturday, 21st December 2024
ઉદ્યોગો સાહસિકોને નવા આઇડિયા વિકસાવીને આગળ વધવા અર્જૂનભાઇ મોઢવાડીયાનો અનુરોધ
પોરબંદરમાં સી-ફુડ પ્રોસેસિંગ અને બાયોટેકનોલોજી સેકટર અંગે વર્કશોપ યોજાયો : સ્ટાર્ટઅપ અંગે માર્ગદર્શન

પોરબંદર તા. ૨૧: સી-ફૂડ પ્રોસેસિંગ અને બાયોટેનોલોજી સેક્ટર વિષય પર વર્કશોપ યોજાયો હતો જેમાં નિષ્ણાતો દ્વારા સી-ફૂડ પ્રોસેસિંગમાં સ્ટાર્ટઅપ્સ, એમએસએમઇ, ઈનોવેશન અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું આ વર્ક શોપમાં ઉપસ્થિત ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયાએ સાહસિકોને નવા આઇડીયા વિકસાવીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) તેમજ સાવલી ટેક્રોલોજી અને બિઝનેસ ઇન્કયુબેટર (STBI)ના સહયોગથી ફૂડ પ્રોસેસિંગમાં MSMEs/સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ લાવવુંની થીમ પર હોટેલ લોર્ડ્સ પોરબંદર ખાતે સેમિનાર ક્રમ વર્કશોપ યોજાયો હતો.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ રોજગારી તકો ઉભી કરવા અને દેશની આગળ લઈ જવા માટે એમએસએમઈ ઘણું મહત્વ છે. અને આ એમ એસએમઈનો વિકાસ સ્ટાર્ટઅપ દ્વારા થઈ શકે છે.
પોરબંદર વિસ્તારના લોકોમાં ભરપૂર સાહસિકતા રહેલી છે આ સાહસિકતાનો યોગ્ય દિશા મળે અને જિલ્લા સીંગદાણા,ચણા સહિતની ખેતઉત્પાદનોમાં નવા આઈડિયા વિકસાવીને એમએસએમઈ,સ્ટાર્ટઅપ માટે યુવાઓ ઉધોગ સાહસિકો આગળ આવીને નવી ઈકો સિસ્ટમ બનાવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું
વધુમાં તેમણે જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાંકળીને યુવા ઉધોગ સાહસીકોને માટે સેમિનારની સિરીઝો યોજીને યુવાનો સ્ટાર્ટઅપ માટે આગળ આવે તે માટેના આયોજનો કરવાં ઈચ્છા વ્યક્ત કરી હતી. ટેકનોલોજી અને બિઝનેસ ઇન્કયુબેટર સાવલીના નિયામક શ્રી ડો.આનંદ ભાડળકરે સાવલી ટેક્રોલોજી અને બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર તેમજ ઉદ્યોગ સાહસિકોને સરકાર દ્વારા કરવામાં આવતી મદદ વિશેની માહિતી આપી હતી.
સંયુક્ત ઉધોગ કમિશનર તથા જનરલ મેનેજર શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદરના શ્રી ડી આર પરમારે કાર્યક્રમ અંતગર્ત માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનાર ક્રમ વર્કશોપમાં એક્સપર્ટ દ્વાર પ્રોસેસિંગમાં સ્ટાર્ટઅપ્સ, એમએસએમઇ, સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાવામાં આવ્યું હતું તેમજ સી- પ્રોસેસીંગમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ,ઇનોવેશન વિષે વિસ્તળત જાણકારી આપી હતી.અને બાયોટેક્રોલોજી સેક્ટર સહિત ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું.અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને સમગ્ર સેમિનારનું સંચાલન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં શ્રી જીગર પંડ્યાએ કર્યું હતું. આ સેમિનારમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી,જિલ્લાનાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જે બી વદર,ચેમ્બર પ્રમુખ જતીન હાથી,જાણીતા ઉધોગપતિ અને લેખક શ્રી પદુભાઈ રાયચુરા,પોરબંદર જીઆઇડીસી એસોસિએશનપ્રમુખ જીણુંભાઈ દયાતર, જીઆઇડીસી પ્રમુખ લખનભાઈ મોઢવાડિયા, જીઆઇડીસી સેક્રેટરી ધીરૂભાઈ કક્કડ, યુવા ચેમ્બર પ્રમુખ સુમિતભાઈ સલેટ અને વિદ્યાર્થીઓ ઉધોગ સાહસિકો સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
