News of Saturday, 21st December 2024
માળીયા મિંયાણામાં ૩ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે વલી મોહમદ પકડાયોઃ મોરબી એસઓજીનો દરોડો
સુરતના અસલમ માણેક પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબુલાત

તસ્વીરમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીર પ્રવિણ વ્યાસ મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૧:.. મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે માળીયા મિયાણાના સંધવાણીવાસમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી એક શખ્સને ૩ કિલોગ્રામ ૯૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો, આરોપી ગાંજાનો આ જથ્થો સુરતના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણાના સંધવાણી વાસમાં માલાણી શેરીમાં રહેતા આરોપી વલીમોહમદ શેરમહોમદ મોવર ઉ.૨૧ નામનો શખ્સ નશાકારક ગાંજો વેચે છે, જે બાતમીને આધારે આરોપીના રહેણાંકમાં દરોડો પાડતા આરોપીના કબ્જામાંથી પોલીસને ૩ કિલો ૯૩૦ ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે ૩૯,૩૦૦ની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦ સહિત કુલ મળી ૪૪,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછતાછમા ગાંજાનો આ જથ્થો સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતા આરોપી અસલમ રફીકભાઈ માણેક પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
