<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કોટડાસાંગાણી પાસે ૧૨.૪૭ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો પકડાયોઃ કટીંગ થતુ'તુ ને રૂરલ એલસીબી ત્રાટકી

નવી ખોખરી ગામની સીમમાં થર્ટીફર્સ્‍ટ પૂર્વે દારૂના જથ્‍થાની સપ્‍લાય થાય તે પૂર્વે જ પોલીસનો દરોડોઃ ૧૫૧૨ બોટલ કબ્‍જે : વિજયસિંહ સહિત ૩ની ધરપકડઃ દારૂનો જથ્‍થો મંગાવનાર અજયસિંહ ઉર્ફે ધનુભા સહિત ૯ની શોધખોળઃ ૪ કાર સહિત ૩૧.૦૮ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા. ર૧: થર્ટીફસ્‍ટ પૂર્વે વિદેશી દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્‍યા છે ત્‍યારે કોટડાસાંગાણીના નવી ખોખરી   ગામની સીમમાં વિદેશી દારૂના જથ્‍થાનું સપ્‍લાય થાય તે પુર્વે જ રૂરલ એલસીબીએ દરોડો પાડી ૧ર.૪૭ લાખના દારૂના જથ્‍થા સાથે૩ શખ્‍સોને ઝડપી લીધા હતા જયારે મુખ્‍ય શુત્રધાર સહીત ૯ શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે ૪ કાર સહીત ૩૧.૦૧ લાખનો મુદામાલ કબ્‍જે કરેલ છે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિહ દ્વારા અગામી ૩૧ ડીસેમ્‍બરના તહેવાર અનુસંધાને દારૂ પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. ના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્‍સ. એચ. સી. ગોહીલ તથા સ્‍ટાફ સાથે નાઇટ રાઉન્‍ડમાં હતા. જે દરમ્‍યાન એલ.સ.બી .શાખાના પો.હેડ કોન્‍સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાધાભાઇ આલ તથા પો.કોન્‍સ. મહિપાલસિંહ ચુડાસમા નાને મળેલ સંયુકત હકીત આધારે કોટડાસાંગાણી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં માણેકવાડા ગામથી આગળ નવીખોખરી ગામની સીમમાં ફોરેસ્‍ટ ની વીડીની બાજુમાં પડતર ખેતરમાંથી વિદેશી દારૂના જથ્‍થાનું કટીંગ થતુ ત્‍યારે દરોડો પાડી વિદેશી દારૂની  બોટલો નૅગ ૧પ/૧ર કિંમત ૧ર.૪૭ લાખ તથા ૪ સહીત પ વાહનો મળી કુલ રૂા. ૩૧.૦૮ લાખના મુદામાલ સાથે આરોપી વિજયસિંહ ઉર્ફે રવીરાજસિંહ ચંદુભા જાડેજા રહે. માણેકવાડી તા. કોટડાસાંગાણી, હરદિપસિંહ બહાદુરસિંહ ગોહેલ, રહે. રામપર તા. વલ્લભપુર જી. ભાવનગર હાલ માણેકવાડા તથા સત્‍યેન્‍દ્રસિંહ ગમેરસિંહ સેકતાવત રહે. અંગોરા તા. વલ્લભનગર જી. ઉદયપુર રાજસ્‍થાનથી જડપી લીધા હતા. જયારે અજયસિંહ ઉર્ફે ઘનુભા જાડેજા રહે. માણેકવાડા તા. કો. સા. હાલ હાલ ગોંડલ (ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો મંગાવી દારૂનું કટીંગ કરનાર મુખ્‍ય આરોપી, જયપાલસિંહ દિગુભા જાડેજા રહે. હરમડીયા (દારૂનો જથ્‍થો લેવા આવનાર તથા મજૂરો લાવનાર, કરણસિંહ રાઠોડ રહે. હાલ અમદાવાદ મુળ રહે. રાજસ્‍થાન (દારૂનો જથ્‍થો મોકલનારા), નવઘણ વેરશી ભરવાડ રહે. માણેકવાડા (દારૂનો જથ્‍થો હેરફેર કરનાર મજૂર), સુખા નાગજી ભરવાડ રહે. માણેકવાડા (દારૂનો જથ્‍થો હેરફેર કરનાર મજૂર), કેશરીસિંહ દેવીસિંહ રાઠોડ રહે. રાજસ્‍થાન (દારૂનો જથ્‍થો હેરફેર કરનાર મજૂર) તથા ત્રણ અજાણ્‍યા ઇસમો (દારૂનો જથ્‍થો હેરફેર કરનાર મજૂરો) નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

 આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના પો. સ. ઇ. કે. એમ. ચાવડા, એલ. સી. બી. શાખાના એ.એસ.આઇ. બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા પો. હેઙ કો. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ., રસીકભાઇ જમોડ, પો. કો. મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, દિલીપસિંહ જાડેજા, તથા વીરમભાઇ સમેચા જોડાયેલ હતાં.

(3:34 PM IST)