News of Saturday, 21st December 2024
ભુમાફિયા જયેશ પટેલ ના ભાઈ ધર્મેશ રાણપરીયા દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
જામનગરના લાલપુર બાયપાસ નજીક તંત્રની કાર્યવાહી : એસપી, ડીવાયએસપી, સહિતના પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ :રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશિયલ મીડિયામાં કરી સરાહના

જામનગર : ભુમાફિયાના ભાઈ દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે,જામનગરના લાલપુર બાયપાસ નજીક તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી,ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતુંમહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું હતું થોડા દિવસ પહેલા ધર્મેશ પર વ્યાજ વટાવની ફરિયાદો પણ થઈ છે એસપી, ડીવાયએસપી, સહિતના પોલીસ અધિકારીઓ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ છે આ ડિમોલેશન કામગીરીને લઈને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી એ સોશિયલ મીડિયામાં સરાહના કરી હતી (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
