News of Saturday, 21st December 2024
દ્વારકામાંથી આશરે 3,થી 4 માસની બાળકી મળી :અવાવરૂ જગ્યાએથી ત્યજી દીધેલી હાલતમાં માસુમ બાળકી મળી
અગમ્ય કારણોસર સર કોઇએ કૃત્ય આચર્યું :પોલીસે નવજાત બાળકીનો કબ્જો મેળવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ

દ્વારકામાંથી આશરે 3,થી 4 માસની નવજાત શિશુ મળી આવ્યું છે,અવાવરૂ જગ્યાએ ઝાળી ઝાખરા માં ત્યજી દીધેલી હાલતમાં માસુમ બાળકી મળી આવી છે અગમ્ય કારણોસર સર કોઇએ કૃત્ય આચર્યું છે પોલીસે નવજાત બાળકી નો કબ્જો મેળવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે ...શિયાળામાં સારા સારા વસ્ત્રો પહેરેલા આ માસુમ બાળકીને આવી રીતે કોઈ મૂકી જતાં ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલમાં પહોંચાડી પ્રાથમિક સારવાર આપી છે બાળકી જીવિત છે નાના માસુમ બાળકને આ રીતે મૂકીને પલાયન થઈ જનાર તેના માતા-પિતા પ્રત્યે લોકોમાં ધિક્કારની લાગણી ફેલાય છે તથા કોઈ સુખી પરિવારનું સ્વેટર કપડા વ્યવસ્થિત રીતે હોય આવું બાળક આવી રીતે નાખી જવાનો બનાવ બનતા ભારે ચર્ચા જાગી છે બાળકી છે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
