News of Sunday, 22nd December 2024
મોરબીના ક્રિકેટ ગ્રાઉન્ડ સામે પાણીની લાઈન રીપેર કરવાની માંગ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે પાણીની લાઈન ઘણા સમયથી તૂટેલ હાલતમાં હોવાથી લાઈન રીપેર કરવાની માંગ સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ એમ ગોહિલે ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે સામાકાંઠે ક્રિકેટ ગ્રાઉન્ડ દરવાજા સામે પાણીની લાઈન ઘણા સમયથી તૂટી ગઈ છે જેથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે દિવસ દરમિયાન આ સ્થળેથી ઘણા બધા લોકોની અવરજવર રહે છે પાણી રસ્તા પર રહેતા ગંદકી થાય છે અને પાણી વેડફાઈ રહ્યું છે જેથી પાણીની લાઈન રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
