News of Sunday, 22nd December 2024
મોરબીના કાલિકા પ્લોટમાં યુવાન ઝેરી દવા પી લેતા સારવારમાં મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કાલિકા પ્લોટમાં રહેતા ૩૫ વર્ષના યુવાને માનસિક તણાવમાં આવીને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૦૪ માં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૩૫) નામના યુવાન કામ ધંધો કરતા ના હતા જેથી માનસિક તણાવમાં આવીને જાતે ગત તા. ૨૦ ના રોજ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
