<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ગોહિલવાડ પંથકમાં વાતાવરણમાં પલટો : ભાવનગરમાં 10 કિ.મી. ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો

બપોર બાદ વાદળીયું વાતાવરણ રહેતા અને ઠંડો પવન ફૂકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વાદળીયું વાતાવરણ રહેતા અને ઠંડો પવન ફૂકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે રવિવાર હોવા છતાં ઠંડીને કારણે બાગ -બગીચાઓમાં અને જાહેર સ્થળોએ લોકોની  પાંખી હાજરી જોવા મળી હતી.

ભાવનગર શહેરમાં આજે  રવિવારે લઘુત્તમ તાપમાન  ૧૬.૨ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે  મહત્તમ તાપમાન  ૨૭.૨ ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૫૯ ટકા રહ્યું હતું .જ્યારે પવનન ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(5:56 PM IST)