<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ધ્રોલના હરીગામ નજીક સોલાર કેબલ થયેલ ચોરીના સાત આરોપીને મુદામાલ તથા ચોરી કરવા માટેના સાધનો સહિત કુલ કિ.રૂ.૮,૫૩,૬૦૦-ના મુદામાલ સાથે પકડી પાડતી ધ્રોલ પોલીસ

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ: ધ્રોલ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૧૪૨૪૦૯૦૯/૨૦૨૪ BNS કલમ ૩૦૩(ચોરી) મુજબનો ગુન્હો તા- ૧૧/૧૨/૨૦૨૪ ના રાત્રીના સમયે ધ્રોલ પાસેના હરીપરગામની નજીક આવેલ સોલાર પ્લાન્ટમાં અમુક ઇસમો સોલાર વાયર ૧૦,૦૦૦ મીટર કિ.રૂ.૨,૦૦,૦૦૦/-નો કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયેલની ફારીયાદ જાહેર થયેલ જે CCTV કેમેરા તથા ટેકનીકલ તથા હુમન સોર્સથી ધ્રોલ પોલીસ સ્ટેશન પોલીસ હેડ કોન્સ. રાજેશભાઇ કે.મકવાણા તથા તથા કલ્પેશભાઈ ડી. કામરીયા પો.કોન્સ. રધુવિરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઈ એન.શીયારનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ ઉપરોકત ગુન્હાના આરોપી બે અલગ અલગ વહાન ભાદરાગામના પાટીયાથી ધ્રોલ તરફ આવનાર છે જેથી માવપરગામના પાટીયા પાસે બન્ને વાહનો રોકી તેમાથી કુલ સાત ઇસમોને મુદામાલ સાથે પકડી પાડેલ છે. આરોપીઓના નામ (૧) મામદભાઇ સીદીકભાઈ ત્રાથા વાઘેર ઉ.વ.૩૫ ધંધો મજુરી (રહે. નાની ચીરઇ ગામ તા.ભચાઉ જી.કચ્છ), (૨) બીલાલ ઉર્ફે મોસીન જુસબ હીંગોરજા સંધી ઉ.વ.૨૧ ધંધો.ડ્રાઇવીંગ (રહે.ભોલેનાથ મીલની પાછળ નવાનગર અંજાર તા.અંજાર જી.કચ્છ), (૩) અઝરૂદીન ગુલમામદ હીંગોરજા સંધી ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ (રહે,વરસાણા ગામ, મસ્જીદ પાછળ તા.અંજાર જી.કચ્છ), (૪) ઇમરાન ભચુભાઈ નાગડા ઉ.વ.રર ધંધો. મજુરી (રહે.નાની ચીરઇ ગામ તા.ભચાઉ જી.કચ્છ), (૫) હાજી ભચુભાઇ નાગડા ઉ.વ.૨૩ ધંધો મજુરી( રહે.નાની ચીરઇ ગામ તા.ભચાઉ જી.કચ્છ), (૬) રફીકશા અલીશા શેખ ઉ.વ.૨૭ ધંધો. ડ્રાઇવીંગ (રહે.હેમલઇ ફળીયુ વોર્ડ નં.૦૯ અંજાર તા.અંજાર જી.કચ્છ) (૭) મોસીનઅલી મહમદયુસુફ ગરાસીયા ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ( રહે.ગળપાદર ગામ તા.અંજાર જી.કચ્છ)  આરોપી કબ્જે કરેલ મુદામાલ એક સિલ્વર કલરની રેનોલ્ટ કંપનીની ટ્રીબર કાર રજી.નં.GJ-12-FB-2913 કિં.રૂ.૩,00,000/- એક મીની ૪૦૭ ના રજી. નં.GJ-12-BX-1665 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- ચોરીમા ગયેલ કોપર વાયર ૧૯૦ કિલો કિ.રૂ.૧,૩૩,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૨૦,૦૦૦/- વાયર કટીંગ માટેના સાધનો કિ.રૂ.૬૦૦/-

(7:48 PM IST)