<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

કાલથી બગસરામાં ગોૈમાતા મહોત્‍સવઃ ભાગવત કથા પારાયણઃ ૨૯મીએ શાકોત્‍સવ

રાજકોટના ડો.કથીરિયા સહિતના મહેમાનોઃ વિવેકસ્‍વરૂપદાસજી સ્‍વામી વકતા

રાજકોટ તા.૨૩: અમરેલી જિલ્લાના બગસરામાં કુકાવાવ રોડ પર આવેલ ઉત્‍સવ મેદાનમાં તા.૨૪થી૩૦ ડીસેમ્‍બર ગોૈમાતા મહોત્‍સવ અને શ્રીમદભાગવતકથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. વ્‍યાસાને શ્રી વિવકેસ્‍વરૂપદાસજી સ્‍વામી બગસરાવાળા બિરાજી કથા શ્રવણ કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯થી૧૨ અને બપોરે ૩થી૬નો રહેશે. તા.૨૯ રવિવારે બપોરે ૧૨ વાગ્‍યે શાકોત્‍સવ રાખેલ છે.

ગાયના સંરક્ષણની કેટલી ઉપયોગીતા છે એ સમજવું અત્‍યારે તમામ લોકો માટે અનિવાર્ય થઈ ગયુ છે. અને સમાજ નહી સમજે તો ભાવિ પેઢી નહી જ બચે, ખેતી નહી જ બચે, એ નિર્વિવાદ સત્‍ય છે. આવા ઉચ્‍ચ ઉદેશની સાથે આ ‘‘ગૌ માતા મહોત્‍સવ'' સારાયે બગસરાના અગ્રગણ્‍ય વેપારીઓ, સંસ્‍થાના પ્રમુખો તેમજ તમામ જ્ઞાતિના આગેવાનોએ સાથે મળીને ઉજવવાનું નકકી કરેલ છે. જેમા તમામ લોકોને ગાયનું દુધ મળી શકે એવી ગૌ શાળા થાય તેમજ રખડતી દુઃખી ગાયનું સંરક્ષણ-પોષણ થાય અને એક પણ ગાય બગસરાની ગલીમાં ભટકતી ન જોવા મળે એવું વિચારી આ આયોજનનું નકકી કરેલ છે. તો બગસરાની તમામ ધર્મપ્રેમી જનતા, તમામ હિંદુ સમાજ તેમજ તમામ જ્ઞાતિ આ મહોત્‍સવને પોતાનું આયોજન માની સહભાગી થાય એવી નમ્ર અપિલ છે. આ મહોત્‍સવ થી હિંદુ સંસ્‍કળતિ, હિંદુસ્‍તાન અને વિશ્વ બચશે એવી અદભુત દિવ્‍યતા જોવા મળશે માટે તમામ કુટુંબ પોતાના સગાવ્‍હાલા સહીત આ મહોત્‍સવનો લાભ લેવા પધારશા તેવી અપીલ છે. તેમ મહોત્‍સવની નિમંત્રણ પત્રિકામાં જણાવાયું છે.

કથામાં મુખ્‍ય મહેમાન તરીકે જુદા-જુદા દિવસે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. જેમાં ડો.મહેન્‍દ્રસિંહ સરવૈયા તળાજા, પ્રફુલભાઇ સેજલિયા (પ્રાકૃતિક ખેતી), ડો.વલ્લભભાઇ કથીરિયા (પૂર્વ કેન્‍દ્રીય મંત્રી) સુરેશભાઇ સુતરિયા જામવાલી, ડો.સી.કે. ટીંબડીયા આણંદ, ભરત પરસાણા, ગોૈભકત, ડો.કનુભાઇ કરકટ નિવૃત અધિકારી વગેરેનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે નિર્ગુણસ્‍વરૂપ સ્‍વામી મો.૯૦૯૯૯ ૯૭૨૫૨ અથવા મહેશ વ્‍યાસ મો.૯૪૨૮૭ ૯૪૯૪૧ ઉપર સંપર્ક સાધવો.

(11:49 AM IST)