News of Monday, 23rd December 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર પાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ

દેવભૂમિ દ્વારકા, તા.૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાઓ (૧) સલાયા ન.પા., (૨) ભાણવડ ન.પા., (૩) દ્વારકા ન.પા.ની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતો (૧) ૪-ભરાણા, તા.ખંભાળીયા અને (૨) ૧૩-જુવાનપુર, તા.કલ્યાણપુરની પેટા ચૂંટણી અન્વયેની ગુજરાત વિધાનસભા મતદાર વિભાગોની તા.૨૯/૧૦/૨૦૨૪ની સ્થિતીએ ઉપરથી બનાવેલ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ જાહેર જનતા જોઇ શકે તેવી રીતે કરવામાં આવી છે.
જેમાં સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારયાદી સલાયા નગરપાલિકા કચેરી સલાયા, ચૂંટણી શાખા તથા વાઘેરવાસ પ્રાથમિક શાળા, સલાયા ખાતે જોઈ શકાશે. તેમજ ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારયાદી ભાણવડ નગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર અને મામલતદાર કચેરી, ભાણવડના નોટીસ બોર્ડ ઉપર જોઈ શકાશે. ઉપરાંત દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારયાદી દ્વારકા નગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર તથા મામલતદાર કચેરી, દ્વારકાના નોટીસ બોર્ડ ઉપર જોઈ શકાશે.
જ્યારે તાલુકા પંચાયત પેટા ચૂંટણી અન્વયે તાલુકા પંચાયત કચેરીએ તેમજ ૪-ભરાણા, તા.ખંભાળિયાની બેઠક માટે તેમા સમાવિષ્ટ ગામો ૧.મોટા આંબલા, ૨.નાના આંબલા, ૩.ભરાણા અને ૧૩-જુવાનપુર, તા.કલ્યાણપુરની બેઠક માટે તેમા સમાવિષ્ટ ગામો ૧.જુવાનપુર, ૨.સીદસરા(માનપરા), ૩.મેઘપર ટીટોડી, ૪.સીદસરા(ઉદેપુર) ખાતે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવી છે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
