તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 25th December 2024
ઈશ્વરને માનો કે ન માનો પણ ધર્મને તો માનવો જ જોઈએ : પૂ.રમેશભાઈ ઓઝા
શહેરના અગ્રણી ઉદ્યોગપતિ જયશ્રી ગ્રુપ રાજુભાઈ હિરપરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમા વિરપુર(જલારામ) પૂ.જલારામ બાપા મંદિરના ગાદીપતિ પૂ. રઘુરામબાપા સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિ

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૨૫ : શહેરના અગ્રણી ઉદ્યોગપતિ જયશ્રી ગ્રુપ રાજુભાઈ હિરપરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે કથા પંડાલ ભાગવત મય બની ગયો. સંત શિરોમણી પૂ. જલારામબાપા ના વિરપુર જલારામ મંદિર ગાદીપતિ રઘુરામબાપા તેમજ અનેક સંતો મહંતો, આગેવાનો સહિત ધર્મપ્રેમી લોકોનું ઘોડાપૂર ઉમટ્યું પંથકના ૧૦,૦૦૦ જેટલા લોકો કથા શ્રવણ કરવા ઊમટ્યા . પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખેથી સંગીતમય શૈલીમાં કથા સાંભળતા લોકો ભાવવિભોર બની ગયા હતા. કથા વિશે જણાવતા કહ્યું કે માણસ મૃત્યુ પામે ત્યારબાદ જીવ પ્રેત યોની માં પ્રવેશે છે ત્યાંથી તેને મુક્તિ મળે પછી જ આગળ વધે છે માટે તેને પ્રેત યોની માંથી મુક્તિ અપાવવા શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ. સંતોના ત્યાગ વિશે કથા કરતા કહેલ કે સન્યાસીઓ ભગવાન કપડા કેમ પહેરે છે કેમકે તે અગ્નિનો રંગ છે સન્યાસીઓ અગ્નિમાં પોતાનું સર્વસ્વ ભસ્મ કરી દે છે માટે જ સંન્યાસીઓ સંતો મહંતો પોતાને પગે લાગવાની ના પાડે છે કારણ કે તેઓ કહે છે કે અમને અડકશો તો તમે અ પવિત્ર થઈ જશો કેમકે આ શરીર રાખનું છે અમે જ્ઞાનની અગ્નિમાં સળગાવી દીધેલ છે માટે આ રાખનું રમકડું છે. પહેલાંના સમયમાં કથા સવારથી સાંજ સુધી ૧૦:૩૦ કલાક એટલે કે સાડા ત્રણ પહોર ચાલતી ત્યારે સાત દિવસમાં આ સપ્તાહ પૂર્ણ થતી અત્યારે સમયની વ્યસ્તતા ના કારણે બધું ટૂંકું થતું જાય છે પરંતુ જેટલું શ્રવણ થાય તેટલું આપણું તન અને મન પવિત્ર થાય છે તમે ઈશ્વરને માનો કે ન માનો પણ ધર્મને તો માનવો જ જોઈએ જે માણસ ધર્મને નથી માનતો તે પશુ જેવો થઈ જાય છે. કથાકાર વિશે જણાવેલ કે વક્તા કેવો હોવો જોઈએ જેમકે સર્જનની ડિગ્રી વગર ઓપરેશન કરે તો તે અપરાધ છે તેમ વક્તા માટેના પણ નિયમો છે વ્યાસપીઠ પર બેસનાર વક્તા હંમેશા વિરક્ત હોવો જોઈએ. કીર્તિની પાછળ પાગલ બની રહે તેઓ નહીં આ ભાગવત ગીતા એ માત્ર ગ્રંથ નથી તે માનવતાનો મનોવિજ્ઞાન છે માણસનું મન જાગૃત અવસ્થામાં અલગ રીતે અને સૂઈ જાય ત્યારે અલગ રીતે કામ કરે છે. આ શરીર એ પંચમહાભુતો એ મળી બનાવેલું છે માટે તે આપણું નથી કે આપણે તેના માલિક નથી માત્ર ઉપયોગ કરતા છીએ તેથી ઈશ્વરને ભક્તિ કરતા રહેવું જોઈએ.
ત્રીજા દિવસની આ કથા માં સંતો મહંતો તેમજ કથાનો લાભ લેવા સુપ્રસિદ્ધ જલારામ મંદિર વીરપુરના ગાદીપતિ શ્રી રઘુરામ બાપા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, લલિતભાઈ રાદડિયા, કિશોરભાઈ વીરાણી, રજનીભાઇ ભાણવડીયા, ભોવાનભાઈ રંગાણી, સુપ્રસિદ્ધ ભજનીક નિરંજનભાઇ પંડ્યા, સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
