<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૪૪મી મહાજન સ્‍મારક સમુદ્ર હોડી સ્‍પર્ધા યોજાશે

ભાગ લેવા ઈચ્‍છુક સાહસીકોએ તા. ૬ જાન્‍યુઆરી, ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશેઃ હોડી સ્‍પર્ધા દામજી જેટીથી બેટ દ્વારકા ફરતે રાઉન્‍ડનું આયોજન કરવામાં આવશેઃ ભાગ લેવા ઈચ્‍છતા તમામ સાહસીકો પાસેથી અરજી ફોર્મ મંગાવાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૪ :..  ગુજરાત સરકારશ્રીનાં કમિશનરશ્રી, યુવક, સેવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઆ ે- ગાંધીનગર દ્વારા આયોજીત  હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્‍મારક સમુદ્ર હોડી સ્‍પર્ધા દામજી જેટીથી બેટ દ્રારકા ફરતે રાઉન્‍ડનું આયોજન કરવામાં આવશે.  આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છતા તમામ સાહસીકોએ જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓની કચેરી,રૂમ નં. સી-૧/૨, અને સી-૧/૪, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્‍યાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી સ્‍વીકારવામાં આવશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(9:55 AM IST)