<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

કોડીનારમાં બે જૂથ વચ્‍ચે મારામારી

પોલીસે બંને પક્ષોની સામસામી ફરીયાદમાં ૯ શખ્‍સો સામે ફરીયાદ નોંધી કાર્યવાહી

(અશોક જોષી દ્વારા) કોડીનાર, તા.૨પઃ શહેરમાં વાલ્‍મીકિ સમાજના સમાધાનના મનદુઃખ માં બે જૂથો વચ્‍ચે ઝગડો થતા બંને પક્ષો એ પોલીસ સ્‍ટેશનમાં સામસામી ફરીયાદ નોંધાવતા પોલીસે ૯ શખ્‍સો વિરુદ્ધ ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ભરતભાઈ ગીગાભાઈ બાંભણીયા એ કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ભરતભાઇ અને તેમનો મિત્ર નરેશભાઈ ડાભી વાલ્‍મીકિ વાસમાં વાલ્‍મીકિ સમાજના સમાધાન માંથી પરત ઘરે આવી રહ્યા હતા ત્‍યારે મહેશ કામળીયા, વીકી ભગા કામળીયા,વિજય ભીલ, અશ્વિન કામળીયા, ધવલ મેર અને દિનેશ વંશ એ વાલ્‍મીકિ સમાજના સમાધાનમાં ગયા હોવાનું મનદુઃખ રાખી રસ્‍તામાં સામાં મળી તું મારી ભડવાઇ કેમ કરે છે તેમ કહી ભૂંડી ગાળો ભાંડી છરી અને લાકડા વગેરે હથિયારો થી ભરતભાઈ ઉપર હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાવી છે.

જ્‍યારે આ ઝગડા માં સામા પક્ષે વિજય જીણાભાઈ ભિલે પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યા મુજબ વાલ્‍મીકિ સમાજના સમાધાનનું મનદુઃખ રાખી ભરત બાંભણીયા, નરેશ ડાભી, અને જયેશ મેરે વિજય ભીલ અને ધવલ મેર ને ભૂંડી ગાળો આપી લાકડા ના ધોકા વડે માર માર્યા ની ફરિયાદ નોંધાવતા કોડીનાર પોલીસે સામસામે બંને પક્ષો ની ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:04 PM IST)