તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 25th December 2024
સિદસર શ્રી ઉમિયા માતાજી મંદિરે શ્રી સવા શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
૨૯મી સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશેઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશેઃ દર્શન, ભકિત અને ભોજનનું ભવ્ય આયોજન

સિદસરમાં આયોજીત શ્રી ઉમિયા માતાજી મંદિરના શ્રી સવા શતાબ્દી મહોત્સવની તસ્વીરની ઝલક.(તસ્વીરઃ અતુલ ચગ- મોટી પાનેલી)
રાજકોટ તા.૨૫: જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સિદસરમાં બિરાજમાન શ્રી ઉમિયા માતાજી મંદિરે આજથી શ્રીસવા શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે પ્રારંભ થનાર હતો પરંતુ મુખ્યમંત્રી હાજર રહ્યા ન હતા.
આ તકે જેરામભાઇ વાંસજાળીયા, મુળુભાઇ બેરા, ગોવિંદભાઇ વરમોરા, પુનિતભાઇ ચોવટીયા, ચિમનભાઇ સાપરીયા, ભુપેશભાઇ ગોવાણી, મોહનભાઇ વાછાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
બપોરે ૩ વાગ્યે યુવા સંમેલન યોજાશે. જેમાં રાજયમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા ઉપસ્થિત રહેશે. મુખ્યવકતા જય વસાવડાનું વકતવ્ય યોજાશે.
કાલે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મોૈલેશભાઇ ઉકાણી, રાજયમંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા સહિતના ઉપસ્થિત રહેશે.
ચારસો વીઘામાં ભવ્ય સમિયાણા ગોઠવાયા છે. વેણુ નદીનો અદભુત નઝારો જોવા મળે છે. સતત પાંચદિવસ સુધી માનવ મહેરામણ ઉમટી પડશે યાત્રિકો માટે માતાજીના દિવ્ય પ્રસાદની અદભુત વ્યવસ્થા કરાઇ છે. વિશાળ યજ્ઞકુટિરમાં માતાજીના હવનના દિવ્યતમ દર્શન થશે. વૈદિક પરંપરા મુજબ માં ઉમાં કળશ પૂજન સાથે માં ઉમિયાની આરાધના સાથે દરરોજ ગંગા આરતી સમાન મહાઆરતીનો અદભુત નઝારો જોવા મળશે. વ્યશનમૂકતીમાં હજારો યુવાનોને જોડવાનો સંકલ્પ છે. કળષિ સંમેલન - મહિલા સંમેલન - કર્મયોગી સંમેલન - શેક્ષણિક સંમેલન દ્વારા પંચોત્સવ કાર્યક્રમ નું અનેરું આયોજન વિશાળ પુસ્તક મેળામાં અતિ રાહત દરે પુસ્તકોનો ખજાનો જેમાં બાળકોથી લઇ બુઝૂર્ગ સાથે દીકરીઓ ના સાંસારિક ઉપીયોગી પુસ્તકોની વિશાળ રેન્જ સામેલ છે.
માં ઉમિયાની સુંદર પ્રતિમાના દર્શન સાથે શિવલિંગના અપ્રતિમ દર્શન હજારો સ્વયંસેવકોની ફોજ ખડેપગે વ્યવસ્થામાં લાગી. બાળકો માટે આંનદ મેળો કાર્નિવલ સંસ્કળતિ દર્શનનું ભવ્ય દિવ્ય આયોજન કરાયું છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
