<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

દ્વારકા પંથકની કુખ્‍યાત બીચ્‍છુ ગેંગના ૩ આરોપીની જામીન રદઃ જેલ હવાલે

સ્‍પેશ્‍યલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે તુષાર ગોકાણી હતા :સ્‍પેશ્‍યલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે તુષાર ગોકાણી હતા

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ત્રણેય આરોપીઓ ત્‍થા છેલ્લી તસ્‍વીરમાં સ્‍પેશ્‍યલ પી. પી. તુષાર ગોકાણી નજરે પડે છે. (તસ્‍વીર : કૌશલ સવજાણી-ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રપ :.. દ્વારકા પંથકમાં કુખ્‍યાત બનેલી બીચ્‍છુ ગેંગના ૩ આરોપીઓ રાજેશભાઇ માલાભા, સુમણીયા, માલાભા માજાભા, સુમાણીયા  (રહે. રાંગાંસર), કિશનભા ટપુભા માણેક (રહે. વસઇ, તા. દ્વારકા) ના  જામીન રદ કરીને દેવભૂમિ દ્વારકા પોલીસે જેલ ભેગા કરેલ છે. જેમાં સ્‍પેશ્‍યલ પબ્‍લીક પ્રોલીકયુટર તરીકે તુષાર ગોકાણી રહ્યા હતાં.

અગાઉ દ્વારકા જિલ્લામાં દ્વારકા-ઓખા- મિઠાપુર પંથકમાં કુખ્‍યાત બનેલી બિચ્‍છુ ગેંગ વિરૂધ્‍ધ ૨૦૨૨ માં દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય માર્ગદર્શન હેઠળ ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ ગુન્‍હેં દાખલ કરાવી ટોેળકીના સભ્‍યોને જેલ હવાલે કરવામાં આવેલ હતા.

ત્‍યાર બાદ પંથકમાં વેપારી વર્ગ તેમજ સામાન્‍ય જનતામાં ક્રુરતા વર્તાવનાર ગેંગોથી પ્રજાજનોની હાલાકી બંધ થયેલ. હતી. જેમાં ડો. હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ દ્વારા સખ્‍ત તપાસ કરી અને આરોપીઓ વિરૂધ્‍ધ અસરકારક ચાર્જશીટ કરી અને બે વર્ષ સુધી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં સફળ રહેલ હતા. જેમાં તાજેતરમાં આરોપીઓ નામદાર હાઇકોર્ટમાંથી જામીન મંજુર થયેલ. જે આરોપીઓએ ફરીથી સૌરાષ્‍ટ્ર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનઅધિકળત પ્રવેશ કરી અને ફરીથી ગુન્‍હાઓ આચવાનો પ્રયત્‍ન કરતા રાજકોટ રેન્‍જશ્રી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ દ્વારા આરોપીઓ વિરૂધ્‍ધ કડક હાથે કામ લેવા સુચના કરતા ડો. હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ તથા સાગર રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકા વિભાગ નાઓને આરોપીઓના જામીન રદ થવા અંગેની દરખાસ્‍ત તૈયાર વિગતવારની દસ્‍તાવેજી આધાર પુરાવાઓ સાથેની દરખાસ્‍ત નામદાર કોર્ટમાં કરવામાં આવેલ. જે દરખાસ્‍ત અન્‍વયે સ્‍પે.પબ્‍લીક પ્રોસીકયુટર તુષાર ગોકાણી દ્વારા નામદાર સ્‍પે.ગુજસીટોક કોર્ટમાં ધારદાર દલીલો કરતા તે દલીલો નામદાર કોર્ટ દ્વારા માન્‍ય રાખી અને આરોપીઓના જામીન રદ થવાનો હુકમ કરી અને આરોપીઓના ધરપકડ વોરંટ જારી કરેલ. જેના આધારે જિલ્લા પોલીસ આરોપીઓની વોચમાં રહી અને આરોપીઓ પૈકી આ નિચે જણાવેલ ત્રણ આરોપીઓને દ્વારકા તથા અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તાર ખાતે હ્યુમન ઇન્‍ટેલીજન્‍સીથી પકડી પાડી અને આરોપીને ફરીથી તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ ટુંકા ગાળામાં ફરીથી રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે.

 આ કામગીરી (૧) સ્‍પેશિયલ પબ્‍લીક પ્રોસિકયુટર તુષાર ગોકાણી સ્‍પે. ગુજસીટોક કોર્ટ, રાજકોટ (૨) ડો.હાર્દિક પ્રજાપતિ. નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ. (૩) સાગર રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ (૪) કે.કે.ગોહિલ પોલીસ ઇન્‍સપેકટર એલ.સી.બી. તથા ટીમ દેવભૂમિ દ્વારકા (૫) ટી. સી. પટેલ પોલીસ ઇન્‍સપેકટરશ્રી મીઠાપુર પો.સ્‍ટે. તથા ટીમ (૬) ડી.એચ.ભટ્ટ પોલીસ ઇન્‍સપેકટર દ્વારકા તથા ટીમ (૭) સ્‍પે. ગુજસીટોક ટીમ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ, જામખંભાળીયાએ કરી છે.

(11:27 AM IST)