<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સુરેન્‍દ્રનગરમાં અનુસુચિત જાતિ સમાજની બહેનોના સુત્રોચાર

૧૦૦થી વધુ પોસ્‍ટ કાર્ડ લખી ગૃહમંત્રીના રાજીનામાની માંગઃ બહુજન સમાજ પાર્ટી દ્વારા અને ‘આપ' દ્વારા રેલી કાઢી આવેદન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રપઃ ગળહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના નામને લઈને વિવાદિત ટિપ્‍પણી મુદ્દે હવે મહિલાઓમાં પણ વિરોધ જોવા મળ્‍યો હતો. શહેરમાં ૮૦ ફૂટ વિસ્‍તારમાં આવેલા અનુસૂચિત જાતિની બહેનોએ દેશના ગ્રહમંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ વિરૂદ્ધની અપમાનજનક ટિપ્‍પણી કરવા બદલ ૧૦૦થી વધુ પોસ્‍ટકાર્ડ લખ્‍યા હતા. ઉપરાંત સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. શાંતાબેન દિનેશભાઈ રાઠોડ, મંજુલાબેન સોલંકી, ઉર્મિલાબેન રાઠોડ, કાંતાબેન લકુમ સહિતના ૫૦થી વધુ બહેનો ઉપસ્‍થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મુદે બસપા દ્વારા રોષ ભર્યુ આવેદન અપાયું હતું.

ડો. બાબાસાહેબ આંબેડકરના નામને લઈને વિવાદિત ટિપ્‍પણી મુદ્દે રેલી યોજાઈ હતી. જેમાં અશોકભાઈ ચાવડા. વિપુલભાઈ મકવાણા, ડી.સી. સોલંકી. બી.કે. પરમાર, જે.કે. ઝેન, નટુભાઈ પરમાર, હસુભાઈ વાઘેલા, જી.કે. ચૌહાણ સહિતના આગેવાનોએ રાષ્‍ટ્રપતિને પત્ર લખ્‍યો કે દેશના ગળહમંત્રી કે જેમણે ભારતની અખંડિતતાને જાણે-અજાણ્‍યે નુકસાન કરવાની માનસિકતા છોડીને એક ભારત બની રહે એ માટે પહેલ કરવી જોઈએ. ગણપતિ ફાટસર વિસ્‍તારના અનુ. જાતિ સમાજે ગળહમંત્રી રાજીનામું આપે, દેશની જનતાની માફી માગે તેવી માંગ કરી હતી.

સુરેન્‍દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે રેલીનું આયોજન કરાયું હતું. જે આંબેડકર ચોકમાંથી જિલ્લા પ્રમુખ રમેશભાઇ મેર, રાજુભાઇ કરપડા, કમલેશભાઇ કોટેચા, અમળતભાઇ મકવાણા સહિતના આગેવાનો, કાર્યકરો સૂત્રોચ્‍ચાર સાથે કલેક્‍ટર કચેરીએ પહોંચી રજૂઆત સાથે માગ કરી કે ગળહમંત્રીએ જાણી જોઇ બાબાસાહેબનું અપમાન કર્યું હતું. આથી ગળહમંત્રી માફી માંગે તેવી માંગ કરી હતી

(11:30 AM IST)