તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Wednesday, 25th December 2024
તુલસી પૂજન દિવસ નિમિત્તે સાળંગપુર : શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને જરદોશી વર્ક-પ્યોર સિલ્કના વાધાનો દિવ્ય શણગાર : ૫૧ કીલો સુખડીનો અન્નકૂટ
શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે વિવિધ શણગાર : ભાવિકો ઉમટયા : પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ ૧૪ જાન્યુઆરી સુધી

રાજકોટ તા.૨૫ : સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 25-12-2024ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય શણગાર એવં તુલસી પૂજન દિવસનુ મહત્વ દર્શાવતુ શુશોભન કરવામાં આવેલ છે.
મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. 51 કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. જરદોશી વર્ક અને પ્યોર સિલ્કના વાઘાનો શણગાર કરાયો છે આ વાઘા વૃંદાવનમાં 1 મહિને બન્યા, આ શણગાર તૈયાર કરતાં 4-5 કલાકનો સમય લાગ્યો હતો.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
