<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સરકાર ખેડૂતની વાત નહીં માને તો ૨૦૨૫માં ૨૦૧૫નું અનામત આંદોલન યાદ કરાવીશું : રાજુભાઇ

ઠંડીમાં કિસાન મજદૂર સંગઠન સભા યોજાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૫ : ખેડૂતોના પ્રાણ પ્રશ્‍નોને લઈને ગામડે ગામડે ફરી સંગઠન બનાવી રહ્યા છીએ. સરકારને હાથ જોડી વિનંતી કરીએ છીએ દરેક ખેતર સુધી ર્ંસિંચાઈનું પાણી પહોંચે, પાક ના પૂરતા ભાવ માટે પ્‍લ્‍ભ્‍ કયદો બને, તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, ખેડૂતોને ફ્રીમાં વીજળી આપવામાં આવે, ભૂલ ભરેલી જમીન માપણી રદ કરવામાં આવે સાથે જ લાંબા ગાળાની કળષિ નીતિ અને કળષિપંચ બનાવવામાં આવે જે માંગણીઓ સાથે હાલ ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે. હજુ પણ જુદા જુદા ગામડાઓમાં ઉપરની માંગણીઓ અંતર્ગત મીટીંગો થશે. સરકાર શાન માં નહીં સમજે તો ખેડૂત અને મજદૂર બંધારણ થી મળેલા અધિકારનો ઉપયોગ કરી પોતાની તાકાત બતાવશે..! તેમ રાજુભાઇ કરપડાએ જણાવ્‍યું હતું.

મુળીના માનપાર ગામે ગઇ રાત્રીના કડકડતી ઠંડીમાં ‘‘આપ''ના ખેડૂત અગ્રણી કરપડાના નેતૃત્‍વમાં કિસાન મજદૂર સંગઠનની સભા ઁયોજાઇ હતી. જેમાં હજારો ખેડૂતો ઉમટી પડયા હતા.

(11:51 AM IST)