તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 25th December 2024
ગોંડલ યાર્ડમાં મરચાની ભરપૂર આવક : મણના ૧પ૦૦ થી ૩ હજાર ભાવ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.રપઃ માર્કેટયાર્ડમાં મરચાની અંદાજે ૫૦ હજાર ભારીની આવક થઇ છે. યાર્ડ નાં ગેઇટની બન્ને બાજુ મરચા ભરેલા વાહનોની અંદાજે ચાર થી પાંચ કિ.મી.લાંબી કતારો જામી હતી. ખેડુતોને મરચાનાં ૨૦ કિલોનો ભાવ રુ. ૧૫૦૦ થી ૩૦૦૦ સુધી મળ્યા હતા. સાનિયા, રેવા, રેશમપટ્ટો તથા ઘોલર મરચાની મુખ્યત્વે આવક થઈ છે.રેશમપટ્ટો ગોંડલીયા મરચા તરીકે જાણીતુ છે.ગળહિણીઓ બારોમાસ ભરવા માટે આ મરચાની પસંદગી કરેછે.જ્યારે અથાણાં માટે ખાસ કરીને ઘોલર મરચાની વધું પસંદગી કરાય છે. યાર્ડ માં મરચાની ખરીદી માટે કર્ણાટક, આંધ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ થી વેપારીઓ ગોંડલ આવેછે. ઓક્ટોબરનાં અંત સમયથી મરચાની ધીમી આવકની શરૂઆત થાય છે. સૌરાષ્ટ્ર ગુજરાત માં ગોંડલ માર્કેટ યાર્ડ મોટુ પીઠું ગણાયછે. (અહેવાલ - જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
