News of Wednesday, 25th December 2024
નાનારણમાં વિડીયો બનાવતા યુવાનને રૂા. ૩૦ હજારનો દંડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રપ :.. પાટડી પાસેના કચ્છના નાના રણમાં કોઈને પણ પ્રવેશ કરવો હોય તો બજાણા ઘુડખર અભ્યારણ વિભાગની કાયદેસરની પાવતી ફડાવીને જ જવુ પડે છે. ત્યારે બજાણા રેન્જ ફોરેસ્ટની ટીમના આરએફઓ એસ.એસ.સારલા સહીતની ટીમ દ્વારા યુવકની અટકાયત કરી ૩૦ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.
કચ્છના નાના રણ અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ અને વિડીયો શુટીંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યારે પાટડી-ખરાઘોડા પાસે આવેલા કચ્છના નાના રણમાં ગેરકાયદેસર વિડીઓગ્રાફી કરવી યુવકને મોંઘી પડી હતી. જેમાં રણમાં ડ્રોન વિડીયોગ્રાફી કરનારા યુવકને રૂ. ૩૦,૦૦૦નો દંડ ફટકારી ફોરેસ્ટ વિભાગે વિડીઓગ્રાફી કરનારા યુવકનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
