<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સાવરકુંડલાઃ સહકારી મંડળી માટેની પ્રોત્‍સાહક નિતી મુદ્દે ઇન્‍કમટેકસ દંડ ફટકારે તે અયોગ્‍ય

નેસડી, ડેડકડી, મઢડા, પીઠવડી મંડળીને દંડ-પેનલ્‍ટીની નોટીસ ફટકારાઇ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. રપઃ દેશમાં આઝાદી પછી ખેડુતોને કૃષિ ધિરાણ મળી શકે તે માટે એક ખાસ ત્રિસ્‍તરીય ધિરાણ માળખુ ઉભું કરેલ છે. અને તે મુજબ ગામડાની પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) ખેડુતોને કે.ચી.સી. અને અન્‍ય કૃષિ ધિરાણ કરે છે. જેમાં પણ ગુજરાતનું આ મોડલ વિશ્‍વ પ્રસિધ્‍ધ છે. આ મંડળીઓ (PACS) ૪૦-પ૦ -૬૦ કે તેથી વધુ વર્ષોથી સ્‍થપાયેલી છે. અને કામ કરે છે અને તેના સભાસદોને જે ધિરાણ અને વસુલાત કરે છે તે ધંધાકિય વ્‍યવહારો કે આવકમાંથી આવકવેરા કાયદાની ક. ૮૦પી મુજબ મુકિત આપવામાં આવેલ છે. તે હકીકકત અવગણીને મંડળીઓ (PACS) ને રીટર્ન ફાઇલ ન કરવાની સામાન્‍ય ક્ષતિ સામે કરોડોનાં અંકમાં પેનલ્‍ટી એસેમેન્‍ટ કરી  નોટીસો ફટકારેલ છે. જેમ કે (૧) નેચડી સેવા સ. મં. લી. કુલ શેર ભંડોળ રૂા. ૩૪,૭૮,૩૮૦/- પેનલ્‍ટી રૂા. ૮,૦૯,૮પ૩૧/- (ર) ડેડકડી સેવા સ.મં.લી. કુલ શેર ભંડોળ રૂા. ૧૬,પ૧,૬૭૦/- પેનલ્‍ટી રૂા. ૧૦૦૪૧૩,૬પ૩/- (૩) મઢડા સેવા સ.મં.લી. કુલ શેર ભંડોળ ૪,૪૭,૪૮૦/- પેનલ્‍ટી રૂા. ૧૯,ર૬,૮ર૬/- (૪) પીઠવડી સેવા સ.મં.લી. કુલ શેર ભંડોળ રૂા. ૩૦,રર,૯પ૦/- પેનલ્‍ટી રૂા. ૧૦,૦૭,૦૬,૬૭૦/-

આ આંકડાકિય વિગતો જોતા જે મંડળીની કુલ મિલ્‍કતો, અકસ્‍યામતો લાખોમાં થાય છે તે મંડળી કરોડોમાં પેનલ્‍ટી ન ભરી શકે એ કલીયર કટ હકીકત છેનો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની ૧. નેચડી, ર. ડેડકડી, ૩. મઢડા ૪. પીઠવડી પ. ભૂવા મંડળીઓનો બેંક એકાઉન્‍ટ ઇન્‍કમટેક્ષ વિભાગે ફ્રિઝ કરી દીધા છે. જેના કારણે મંડળીના ખેડુત સભાસદો પોતાની પાસે પાક વેંચીને નાણાં આપ્‍યા હોવા છતાં લીધેલું કરજ ભરી શકતા નથી. અને વ્‍યાજનું ચક્ર બંધ થઇ શકતું નથી. બેંક એકાઉન્‍ટ તો પાંચ મંડળીઓના બંધ કરેલ છે.

આઝાદ ભારતમાં કદાચ આ પ્રથમ વખત આવો વિરોધાભાસી સિનારીયો જોવા મળ્‍યો છે કે જે એક બાજુ ભારત સરકાર અલગ સહકાર મંત્રાલય સ્‍થાપ્‍યું, સક્ષમ નેતાને તેની જવાબદારી સોંપી દેશને તમામ મંડળીઓને માટે વિનામુલ્‍યે કોમ્‍પ્‍યુટરાઇઝેશન કરી સાથે (PACS) ને મલ્‍ટી સર્વિસ ફસેન્‍૭ર બનાવી અનેક ધાંનો માટે સહાયો, લોન અને છુટછાટ આપવી તેવી પ્રોત્‍સાહક નીતી બદલીને ‘‘સહકાર સે સમૃધ્‍ધી''ના સિધ્‍ધી તરફ ગતી કરવા આખા દેશમાં ઝુંબેશ ચાલી રહી છે.

જયારે એજ ભારત સરકારનો ઇન્‍કમટેક્ષ વિભાગ કાયદાનું અવ્‍યવહારૂ અર્થઘટન કરી પાયાની સહકારી પ્રવૃતિ તોડી પાડવાની અમલવારી કરી રહી છે. જે સભાસદોના ધિરાણ-વધુ બાકી માટે ટેક્ષ ભરવાનો જ નથી તે વ્‍યવહારોના ઇન્‍કમટેક્ષ રીટર્ન ન ભરવા સબબ કરોડો રૂપિયાની પેનલ્‍ટી એ કેવું લોજીક? કેવી અવ્‍યવહારૂ અમલવારી-૧ એ અચરજ સાથે ખેદજનક હકિકત છે. વધુમાં (PACS) ને આ બિઝનેસ કે વ્‍યવહારોમાંથી માત્ર ૧% આવક કે કમીશન મળે છે. એ સરકારશ્રીની નીતિ વિષયક હકિકત છે. તો પણ આવો દંડ? (૭.રપ)

(1:29 PM IST)