News of Wednesday, 25th December 2024
મૃતક ભુવા નવલસિંહ સામે સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની ફરિયાદ નોંધાઈ
તાંત્રિક વિધિમાં, પિતા, માતા અને બહેનની કરાઈ હત્યા: ફરિયાદીના પિતા દિપેશભાઈ પાટડિયા, માતા પ્રફુલાબેન, બહેન ઉત્સવીની હત્યા નીપજાવી: મૃર્તકના પુત્ર ભાવિકે બી ડિવિઝન પોલીસમાં મથકે નવલસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો

સુરેન્દ્રનગર : મૃતક ભુવા નવલસિંહ સામે સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસમાં મથકે નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તાંત્રિક વિધિમાં, પિતા, માતા અને બહેનની કરાઈ છે હત્યા. ફરિયાદીના પિતા દિપેશભાઈ પાટડિયા, માતા પ્રફુલાબેન, બહેન ઉત્સવી ની હત્યા નીપજાવી હતી. હત્યા બાદ દુધરેજ નર્મદા કેનાલમાં ત્રણેયની લાશ ફેંકી દેવામાં આવી હતી. નવલસિંહ ભુવાનુ લોકેશન તેની આસપાસ હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે આજે મૃર્તકના પુત્ર ભાવિકે બી ડિવિઝન પોલીસમાં મથકે નવલસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
