તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 25th December 2024
ઓખા જેટી ઉપર કોસ્ટ ગાર્ડ દ્વારા ચાલુ કામે ક્રેઈન તૂટી જતા બે શ્રમિકોના ક્રેઈન વચ્ચે દબાઈ જવાથી તથા ત્રીજા શ્રમિકનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ : જુઓ વિડિયો
છેલ્લા અંદાજિત એકાદ વર્ષ થયા ઓખા જેટી પર કોસ્ટગાર્ડ દ્વારા ઓખા બંદર પર જેટી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં આજે દુર્ઘટના સર્જાઈ

( ભરત બારાઈ-કૌશલ સવજાણી દ્વારા)ઓખા-ખંભાળિયા તા.૨૫ : ઓખા જેટી ઉપર કોસ્ટ ગાર્ડ દ્વારા ચાલુ કામે ક્રેઈન તૂટી જતા બે શ્રમિકોના ક્રેઈન વચ્ચે દબાઈ જવાથી તથા ત્રીજા શ્રમિકનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઓખાબેટ ઉપર કામગીરી દરમિયાન બે શ્રમિકો ક્રેઈનમાં દબાઈ ગયા હોવાથી મોત થયા હતા .જ્યારે એક શ્રમિક પાણીમાં પડી જતા તેનું પણ મૃત્યુ થયેલ છે. આમ આ દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક 3 થવા પામેલ છે અને ત્રણેય ના મૃતદેહો પીએમ માટે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે
ઓખા જેટી ઉપર તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડ પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડ 108 ની ટીમ દોડી ગયેલ છે. દબાયેલા શ્રમિકોને તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
છેલ્લા અંદાજિત એકાદ વર્ષ થયા ઓખા જેટી પર કોસ્ટગાર્ડ દ્વારા ઓખા બંદર પર જેટી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
